Abtak Media Google News

બાર એસો.ની માંગણી સ્વીકારવા બદલ સરકારની કામગીરીને બિરદાવતા વકીલો

રાજકોટ શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઠ વર્ષની સગીર વયની બાળકી ઉપર થયેલ દુષ્કર્મમાં આરોપી તરફે કોઈપણ રાજકોટનાં વકીલોએ રોકાવું નહીં કેસ લડવો નહીં અને તેને સખતમાં સખત સજા થાય તેમજ આ કેસ ઝડપી ચાલે અને સ્પે.પી.પી.તરીકે મહિલા ધારાશાસ્ત્રીની નિમણુક કરવામાં આવે તેવા ઠરાવ રાજકોટ બાર.નાં પ્રમુખ બકુલ રાજાણી અને કારોબારીએ કરેલ.

Advertisement

રાજકોટ બારનાં પ્રમુખ તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર દિલીપભાઈ પટેલ સહિતનાં આગેવાનોની માંગણીને ધ્યાને લઈ તથા હેવાનિયતભર્યો ગુન્હો હોય આ કામમાં ગુજરાત રાજયનાં કાયદામંત્રી તથા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુન્હાની ગંભીરતા તથા રાજકોટ બારનાં પ્રમુખએ કરેલ ઠરાવ અને આગેવાનોની રજુઆત ધ્યાને લઈ અને તાત્કાલિક માંગણી મંજુર કરી સ્પે.પી.પી. તથા સ્પે.કોર્ટની નિમણુક કરવાના આદેશ કરતા ગુજરાતનાં સમગ્ર વકીલોએ સંવેદનશીલ સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનેલ હતો અને બકુલભાઈ રાજાણીએ તાત્કાલિક ફેકસ કરી આભાર માનેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.