Abtak Media Google News

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો છે.

.આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આ પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.