Abtak Media Google News

ગાંધીનગર: આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરા કરી હતી કે, GPSCપાસ 162 તબીબોને કાયમી ડોકટર તરીકે નિમણૂક કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને ઘર આગણેજ સત્વરે આરોગ્ય સારવાર મળી રહે એ માટે GPSC પાસ 162 તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક આપવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં GPSC દ્વારા પસંણી પામેલ 162 એમ.બી.બી.એસ. ડોક્ટરોને આરોગ્ય વિભાગના કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક આપવા માટે મંજૂરી આપવામા આવી છે જેની સત્વરે નિમણુક અપાશે જેના પરિણામે આરોગ્યલક્ષી સારવારમા વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.