Abtak Media Google News

એવન, એ ટુમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું: સૌથી ઓછી ફીમાં સૌથી શ્રેષ્ઠ શૈક્ષણીક સુવિધાઓ સાથે સર્વોત્તમ પરિણામની અમારી શાળા ખાતરી આપે છે: અપૂર્વભાઈ મણીયાર

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર સંકુલ – સરસ્વતી શિશુમંદિરનાં વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિક્રમજનક પરિણામ મેળવ્યા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં પણ ઐતિહાસિક પરિણામ હાંસલ કરી ઘર, પરિવાર, સંસ્થા સહિત શહેરનું સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું છે. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર સંકુલ – સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીઓ ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, કેતનભાઈ ઠક્કરના માર્ગદર્શનમાં મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળામાં આવેલા શૈક્ષણિક સંકુલોના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ડંકો વગાડ્યો છે.

Advertisement

તાજેતરમાં જાહેર થયેલા ધો. 10ના પરિણામોમાં મારૂતિનગર, એરોડ્રામ વિસ્તારમાં આવેલા પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલના ધો. 10ના વિદ્યાર્થીઓ દાફડા કૃપાલી 99.78, દત્તા સોહમ 98.53, સુરાણી કાવ્ય 98.24, હિંગુ શ્રુતિ 98.24, જાખરીયા દિપાલી 96.74, જયસ્વાલ નંદિતા 96.74, ડાભી સુનીલ 96.74 પીઆર સાથે બોર્ડનાં ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે આ સાથે જ રણછોડનગર, સામાકાંઠે વિસ્તારમાં આવેલા સરસ્વતી શિશુમંદિર ધો. 10ના વિદ્યાર્થીઓ વાડોલીયા ખુશી 97.22, માટીયા કુમકુમ 97.12, ચૌધરી તૃશિકા 96.54 પીઆર સાથે બોર્ડમાં ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે.

ધો. 12 સામાન્ય પ્રવાહ – કોમર્સના પરિણામોમાં મારૂતિનગર, એરોડ્રામ વિસ્તારમાં આવેલા પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલના ધો. 12ના વિદ્યાર્થી ચાવડા અવની 99.96, ઝાલા જીજ્ઞાશાબા 99.71, ઠક્કર રોશની 99.29, નિમાવત વિધિ 98.19, ધોકિયા ઈશા 95. 66 પીઆર સાથે બોર્ડનાં ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે આ સાથે જ રણછોડનગર, સામાકાંઠે વિસ્તારમાં આવેલા સરસ્વતી શિશુમંદિર ધો. 12ના વિદ્યાર્થીઓ સાઈપરીયા નંદની 99.85, ચૌધરી તારીકા 99.76, ઈશા દોમડીયા 97.16 પીઆર સાથે બોર્ડમાં ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે.

છેલ્લા ચાર દસકથી બોર્ડ પરીક્ષાઓમાં સર્વોત્તમ પરિણામ મેળવવાની પરંપરાને જાળવી રાખતા સરસ્વતી શિશુમંદિરના ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓ નંદની સાઈપરીયાને બી.એ.માં 100માંથી 100, તારીકા ચૌધરીને આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 અને કૃપાલી કક્કડને એસ.પી.માં 100માંથી 100 ગુણ મેળવ્યા છે અને ધો. 10માં દાફડા કૃપાલીને ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. આ સાથે જ શહેરની મધ્યમાં મારૂતિનગર વિસ્તારમાં આવેલા તેમજ શહેરના છેવાડાના વિસ્તાર રણછોડનગર તથા શહેરના અંતરિયાળ વિસ્તાર નવા થોરાળા સંકુલોનું ધોરણ 10-12નું પરિણામ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્કૃષ્ટ રહ્યું છે.

બોર્ડ પરીક્ષામાં શાળાનાં વિક્રમજનક પરિણામ અંગે સરસ્વતી શિશુમંદિરના ચેરમેન તેમજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, સરકાર માન્ય ખૂબ જ વ્યાજબી ફીમાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપનાર સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શાળાના ત્રણેય સંકુલોએ સૌથી ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. આ શહેરના એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત એવા સંકુલો છે જેમનું વર્ષોથી ધો 10 અને 12 બોર્ડનું પરિણામ ખાનગી શાળાઓ સમકક્ષ આવતું રહ્યું છે.

રાજકોટની ટ્રસ્ટ સંચાલિત શાળાનું સૌથી ઉચ્ચ પરિણામ

શાળા પરિણામમાં ધો. 10માં દાફડા કૃપાલી 99.78, દત્તા સોહમ 98.53, સુરાણી કાવ્ય 98.24, હિંગુ શ્રુતિ 98.24 પીઆર સાથે બોર્ડનાં ટોપ વિદ્યાર્થીઓમાં : ધો. 12 કોમર્સમાં ચાવડા અવની 99.96, સાઈપરીયા નંદની 99.85, ચૌધરી તારીકા 99.76, ઝાલા જીજ્ઞાશાબા 99.71, ઠક્કર રોશની 99.29, દોમડીયા ઈશા 99.16 પીઆર સાથે બોર્ડના ટોપ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું હતું. ધોરણ 12 કોમર્સમાં નંદની સાઈપરીયાને બી.એ.માં 100, તારીકા ચૌધરીને આંકડાશાસ્ત્રમાં 100 અને કૃપાલી કક્કડને એસ.પી.માં 100 ગુણ આવ્યા તો ધો. 10માં દાફડા કૃપાલીને ગણિતમાં 100 ગુણ આવ્યા સાથે જ 10થી વધુ વિધાર્થીઓને 99 પીઆર ઉપર આવ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.