Abtak Media Google News

ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વિ આકાશ અંબાણીનો પ્રથમ જન્મ દિવસ જામનગરમાં ઉજવવાના છે. પૌત્રના બર્થડે સેલિબ્રેશનમાં જાણીતી સેલિબ્રિટીઓની હાજરીમાં આપવાની છે, પૃથ્વિના ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાજરી આપવા સેલિબ્રિટીઓ જામનગર પહોંચી ગયા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ઝહિર ખાન પરિવાર સાથે પહોંચ્યા છે.

જામનગર એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી

Whatsapp Image 2021 12 10 At 12.39.46 1

મુકેશ અંબાણી પૌત્રનો જન્મ દિવસ જામનગરમાં મનાવવાના છે. જાણીતી સેલિબ્રિટીઓ જામનગરના મહેમાન બનવાના હોય એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી રહી છે. સેલિબ્રિટીઓ માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પૃથ્વિના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા ગ્રાન્ડ સેલિબ્રેશન

પૌત્ર પૃથ્વિના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મ દિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી છે.

100 જેટલા બ્રાહ્મણ પૃથ્વિને આશિર્વાદ આપશે

Whatsapp Image 2021 12 10 At 12.39.47 1

મુકેશ અંબાણીના પૌત્રના જન્મ દિવસે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલા બ્રાહ્મણો પૃથ્વિ અંબાણીને આશિર્વાદ આપવાના છે.

ક્વોરેન્ટાઈન બબલ થીમ

આ જન્મદિવસ નિમિત્તે આવનાર તમામ લોકોની તેમજ પરિવારના સભ્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ક્વોરેન્ટાઈન બબલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

નેધરલેન્ડથી મંગાવાયા રમકડાં

આજે પુત્ર પૃથ્વીના જન્મદિવસ માટે શ્લોકા અંબાણીએ નેધરલેન્ડથી રમકડાં મગાવ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, જ્યાં આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ ફાર્મ હાઉસની આસપાસનાં ગ્રામજનોને ભોજન મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ માટે ઇટાલી અને થાઇલેન્ડથી ઇન્ટરનેશનલ શેફની ટીમ બોલાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.