Abtak Media Google News

ટીચર્સ યુનિવર્સિટી દ્વારા દરેક સ્વનિર્ભર કોલેજોમાં પણ ગ્રાન્ટેડ-સરકારી બી.એડ. કોલેજ પ્રમાણેનો કોર્ષ દાખલ કરવા સરકારમાં રજૂઆત: હાલમાં સ્વનિર્ભર બી.એડ.કોલેજોમાં અલગ કોર્ષ દ્વારા ભણાવવામાં આવે છે

રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી બી.એડ. કોલેજો તેમજ સ્વનિર્ભર બી.એડ. કોલેજોમાં અલગ-અલગ કોર્ષથી અભ્યાસ કરાવવામાં આવે છે. આમ રાજ્યમાં એક જ બી.એડ. કોલેજમાં જુદા-જુદા અભ્યાસક્રમના કારણે ભારે વિસંગતતા ઉભી થઇ છે. એક કોર્ષમાં એક જ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઇએ અને ટીચર્સ યુનિવર્સિટીની બી.એડ. કોલેજમાં જે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે તે જ અન્ય સ્વનિર્ભર કોલેજમાં દાખલ કરવો જોઇએ. તેવી માંગણી હાલ યુનિવર્સિટી દ્વારા સરકાર સમક્ષ કરી દેવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં તમામ ગ્રાન્ટેડ અને સરકારી બી.એડ. કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. ટીચર્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન થયા બાદ આ કોલેજોમાં બી.એડ.નો નવો અભ્યાસક્રમ દાખલ કરી દેવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ-સરકારી સિવાયની સ્વનિર્ભર બી.એડ.કોલેજોમાં હાલ પણ રાજ્યની જુદીજુદી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. આ કોલેજોમાં અલગ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આમ હાલની સ્થિતિમાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બી.એડ.કોલેજોમાં અલગ-અલગ કોર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.

મહત્વની વાતએ છે કે કોર્ષ એક જ છે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા બાદ એક જ પ્રકારની બી.એડ.કોલેજોમાંથી બેચરલની ડિગ્રી મળવાની છે. આમ છતાં બંનેમાં અલગ-અલગ કોર્ષથી અભ્યાસ કરાવવામાં આવે છે. રાજ્યની સ્વનિર્ભર કોલેજોમાં પણ ટીચર્સ યુનિવર્સિટીમાં બી.એડ. કોલેજોમાં જે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. તે લાગૂ કરવું જોઇએ. તેવી માંગણી ટીચર્સ યુનિવર્સિટી દ્વારા હાલમાં પોતાનો કોર્ષ રજૂ કરીને સ્વનિર્ભર બી.એડ.કોલેજોમાં આ કોર્ષ લાગૂ કરવાની રજૂઆત કરાઇ છે.

યુનિવર્સિટીની આ માંગણી અને રજૂઆત અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ આગામી દિવસોમાં સ્વનિર્ભર બી.એડ. કોેલેજમાં પ્રવેશની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને હવે પછી ક્યા પ્રકારનો કોર્ષ ભણાવવાનો રહેશે તેની અગાઉથી જાણકારી મળી રહે તે માટે વહેલીતકે સરકાર આ નિર્ણય જાહેર કરે તે જરૂરી બન્યું છે.

આગામી દિવસોમાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બી.એડ. કોલેજના કોર્ષ એક સરખા કરવામાં ન આવે તો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ માટે પણ ભારે વિસંગતતા ઉભી થાય તેમ છે.

દરેક યુનિવર્સિટીની ખાનગી બી.એડ. કોલેજમાં અલગ-અલગ કોર્ષ

ગ્રાન્ટેડ-સરકારી બી.એડ. કોલેજો હાલમાં ટીચર્સ યુનિવર્સિટીની સાથે જોડાઇ ચૂકી હોવાથી તેમાં એક જ કોર્ષ લાગૂ કરાયો છે. સ્વનિર્ભર કોલેજો ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી છે. દરેક યુનિવર્સિટીઓમાં બી.એડ.ના જુદાજુદા કોર્ષ ચડાવવામાં આવે છે. આમ હાલ ટીચર્સ યુનિવર્સિટીમાંથી બી.એડ. કરે, ગુજરાત યુનિવર્સિટી સહિત કોઇપણ યુનિવર્સિટીમાંથી બી.એડ. કરે દરેક વિદ્યાર્થીઓને જુદાજુદા કોર્ષ ભણાવવા પડે છે. માત્ર સ્વનિર્ભર કોલેજોમાં ટીચર્સ યુનિવર્સિટીનો કોર્ષ લાગૂ કરવામાં આવે તો તમામ બી.એડ. કોલેજોમાં એક જ કોર્ષ થઇ જાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.