Abtak Media Google News

પશુ દીઠ ૪ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવશે

લખતર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરાતા ટૂંક સમયમાં તાલુકાના૪૨ ગામડામાં ઘાસનું વિતરણ કરવામાં આવશે. જેમાં એક પશુ દીઠ ૪ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવશે.

લખતર તાલુકાને સરકારી તંત્ર દ્વારા અછત તાલુકા તરીકે જાહેર કરવામાં આવતા તાલુકાના માલ ઢોરને સસ્તા ભાવે ઘાસ મળી રહે તે હેતુથી લખતર એપીએમસીના માર્કેટ યાર્ડમાં ઘાસ આવી ગયું હતું. આ ઘાસનું તાલુકાના ૪૨ ગામડામાં વિતરણ શરૂ કરવામા આવનાર છે. આથી આ ઘાસ લેવાનું હોય તેઓએ જે તે ગામના તલાટી કમ મંત્રી પાસેથી તેના પાસ મેળવી લેવાના રહેશે. આ અંગે લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણીએ જણાવ્યું કે જિલ્લા મથકેથી લખતર તાલુકાના ૪૨ ગામડાઓ માટે ૪૨,૦૦૦ કિલો જેટલું ઘાસ આવ્યું છે. જેનું ટૂંક સમયમાં વિતરણ કરાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં ઘાસનું વિતરણ કરવામાં આવશે. લખતર તાલુકામાં ઘાસના વિતરણ માટે ઘાસ આવી ગયું છે અને ટૂંક સમયમાં વિતરણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.