Abtak Media Google News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ખોબલા મોઢે મત આપી ભાજપને ઐતિહાસિક જીત અપાવનારી ગુજરાતની જનતા જર્નાદરને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌથી મોટી ભેટ આપી છે. 1લી એપ્રીલથી 4 એપ્રીલ સુધી મોટરકાર ખરીદનારને 50 ટકાની રાહત આપવામાં આવશે તેવા એપ્રીલફૂલના સમાચાર ગઈકાલે ‘અબતક’ સાંધ્ય દૈનિકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જે સમાચારે લોકોને હોંશભેર દોડતા કરી દીધા હતા. કાર્યાલયે પણ અનેક વાંચકોના ફોન ધણધણ્યા હતા કે તમે જે સમાચાર પ્રસિધ્ધ કર્યા છે તે મુજબ કાર શોરૂમના માલીકો રાહત આપતા નથી. જો કે પાછળથી તેઓને ખ્યાલ આવ્યો કે આ સમાચાર માત્ર એપ્રીલફૂલ છે ત્યારે તેઓએ હસ્તા મોઢે ‘અબતક’ની પ્રશંસા કરી હતી.

Advertisement

સામાન્ય રીતે 1લી એપ્રીલના રોજ ‘અબતક’ દ્વારા દર વર્ષે વાંચકોમાં ઉત્સુકતા જાગે તેવા એપ્રીલફૂલ લક્ષી સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવે છે અને વાંચકો સાથે નાનો અમસ્તો મજાક કરવામાં આવે છે. ગઈકાલે એવા સમાચાર પ્રસિધ્ધ કરાયા હતા કે આજથી રાજ્યમાં કોઈપણ સ્થળે અને કોઈપણ કિંમતની કાર ખરીદનાર વ્યક્તિને 50 ટકા સુધીની રાહત આપવામાં આવશે અને બાઈક કે, સ્કૂટર ખરીદનારને 75 ટકા સુધીની માતબર રાહત રાજ્ય સરકાર આપશે. આ સમાચારે વાંચકોને હોંશભેર દોડતા કર્યા હતા. પોતાની માલીકીની કાર હવે માત્ર 50 ટકામાં મળશે તેવું લાગતા કેટલાંક લોકો હોંશભેર શોરૂમે પહોંચી ગયા હતા. જો કે તેઓને રાહતના કોઈ લાભ આપવામાં ન આવતા તેઓ ‘અબતક’ કાર્યાલયે આ સમાચાર વિશે પૃચ્છા કરી હતી જ્યારે તેઓને જાણવા મળ્યું કે, આ એપ્રીલફૂલના સમાચાર છે ત્યારે વાંચકો હળવા ફૂલ થઈ હસી પડ્યા હતા અને ‘અબતક’ની પ્રશંસા પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.