Abtak Media Google News

કાર્યકરોને જવાબદારીની સોપણી કરતી બાગેશ્વરધામ સેવા સમિતિ: હિન્દુત્વની જાગૃતિ માટે જોવા મળતો  સ્વયંભૂ ઉત્સાહ

મધ્યપ્રદેશ સ્થિત વાઘેશ્વર ધામ ના વડા પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો રાજકોટ નો કાર્યક્રમ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ સમગ્ર હિન્દુ સમાજમાં તેમને આવકારવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેસકોર્સ મેદાનમાં યોજનારા બાગેશ્વર બાબાના મહા દિવ્ય દરબારમાં લાખો લોકો ઉમટી પડશે તેવી ધારણા રાખીને તડામાર તૈયારી ચાલી રહી છે અને બાગેશ્વર ધામ સેવા સમિતિના તમામ હોદ્દેદારો તન મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે.

રાજકોટ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા એસોસિયેશનનો ના હોદ્દેદારો બાગેશ્વર ધામ સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે ગયા હતા અને પૂજ્ય વાઘેશ્વર બાબાના કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું હતું.

રાજકોટના દિવ્ય દરબાર ના કાર્યક્રમના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના સંચાલક મુકેશભાઈ દોશી શિવસેનાના જીમ્મીભાઈ અડવાણી, તેજસભાઈ ભટ્ટી કિશોરભાઈ ખંભાયતા મિલનભાઈ કોઠારી ન નંદલાલભાઈ માંડલિયા પૂજાબેન દિલીપભાઈ આસવાણી મુરલી ભાઈ દવે, વિજયભાઈ વાંક વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિના ચમનભાઈ સિંધવે કહ્યું હતું કે આજનો સમય એક થવાનો છે અને હિન્દુત્વનો ધ્વજ લઈને પ્રચાર પ્રસાર માટે નીકળેલા શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને ઉમળકાભેર આવકારવા માટે મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહે તે જરૂરી છે.

આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને સંબોધન કરતા બાગેશ્વર ધામ સેવા સમિતિના શ્રી વિજયભાઈ વાંકે કહ્યું હતું કે રાજકોટની પ્રજા નસીબદાર છે કે તેને શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના રૂબરૂ દર્શન થવાના છે અને તેમને સાંભળવાનો લહાવો મળવાનો છે. ભાજપના પીઢ અગ્રણી શ્રી મુરલીભાઈ દવેએ આ પ્રસંગે દરેક કાર્યકર ભાઈ બહેનોને તન મન અને ધનથી સેવા કાર્યમાં લાગી જવા અનુરોધ કર્યો હતો.

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના મુકેશભાઈ દોશી અને શિવસેનાના જીમીભાઈ અડવાણી એ પણ બાગેશ્વર બાબાના કાર્યક્રમ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે દરેક હિન્દુ ભાઈ બહેનોના આંગણે એક સુવર્ણ અવસર આવ્યો છે.

આ ઉપરાંત ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા એ પણ આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. આ બેઠકનું સંચાલન ભરતભાઈ દોશી એ કર્યું હતું. આ બેઠકમાં બાગેશ્વર ધામ સેવા સમિતિના યોગીનભાઈ છનિયારા, કાંતિભાઈ ભૂત, ચમનભાઈ સિંધવ, જૈન વિઝનના મિલનભાઈ કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આજની બેઠકમાં પ્રયાસ સ્પેશિયલ સંસ્થાના ભાસ્કરભાઈ પારેખ, જીતેનભાઈ મહેતા,સનીભાઈ મકવાણા,શિવસેનાના જયપાલસિંહ જાડેજા, જનકસિંહ, શાસ્ત્રી સાગરભાઇ દવે, પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના માધવભાઈ મહેતા, મહેન્દ્રભાઈ ટોપીયા, ત્રિમૂર્તિ ક્લબના મનોજભાઈ મારુ, રત્નદીપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રવીણભાઈ પરસાણા , એમ.આઈ ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ આસવાણી, લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ, વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન અને સમસ્ત બ્રહ્મ સમાજના રાજેશકુમાર મહેતા, પંકજભાઈ વ્યાસ, જયેશભાઈ ભટ્ટ, નયનભાઈ ઠાકર ,વિપુલભાઈ ભટ્ટ, મહેશભાઈ પંડ્યા,વિજયભાઈ જોશી, અજયભાઈ જોશી સહિતના જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.