Abtak Media Google News

જીએસટી કાઉન્સીનલના અધિક સચીવ પંકજકુમાર સીંહ અને સંયુકત સચીવ  અશીમા બંસલ તથા કમીશ્નર મદનમોહનસીંઘ, એસજીએસટી કમીશનર સમીર વકીલ અને એસજીએસટી સંયુકત કમીશનર કે. બી. ઝવેરી ઉપસ્થિકત રહેશે

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સૌપ્રથમવાર જીએસટી અંગે સામૂહિક પરામર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ભારતમાં 1 લી જુલાઇ, 2018 થી ગુડસ અને સર્વિસ ટેકસ વન નેશન વન ટેક્ષ હેઠળ અમલમાં આવ્યુ. ભારત સીવાય તે પહેલા અન્ય, દેશોમાં પણ અમલમાં હતો. જીએસટીના પાંચ વર્ષ પુરા થવા આવ્યાવ છે ત્યારે આ કાયદાના લેખાજોખા કરવાનો સમય આવ્યો. છે. આ કાયદો કેટલે અંશે સફળ થયો છે, વેપારીઓને કેટલી મુશ્કેાલી પડે છે અને હજુ શું કરવાની જરૂરીયાત છે તે અંગેની પેનલ ડીસ્કશન કરવાની જરૂરીયાત છે.

જીએસટી ઓપન હાઉસ :- આ પ્રસંગે જીએસટી ઓપન હાઉસ મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જે જીએસટી કાયદાના અમલમાં આવ્યા પછી પહેલી વખત આવી મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

સીએ રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી જણાવે છે. તેઓએ વધુમાં જણાવેલ છે કે, જીએસટીની પાંચ વર્ષની સફરમાં વેપાર ઉદ્યોગને ઘણી ખાટી મીઠી અસરોમાંથી પસાર થવું પડ્યું છે.

બોગસ બિલીંગના પ્રશ્ર્ન :- છેલ્લા ઘણા સમયથી બોગસ બિલીંગની એક મોટી સમસ્યાન ઉત્પન્ન થઇ છે. જેમાં જેન્યુઇન માલ ખરીદનાર અને ટેક્ષ ચુકવનાર વ્યકિત બોગસ બિલીંગના કૌભાંડને કારણે પીટાઇ રહી છે. બોગસ બિલીંગ કરનારનો અતોપતો નથી.

કાયદાકીય જોગવાઇઓ શું છે તેની માહિતી આપવા માટે એક ટેકનીકલ સેસન્સનું આયોજન કરેલ છે. જેમાં અમદાવાદના ખ્યાતનામ જીએસટીના સલાહકાર સી.એ. નિતેશભાઇ જૈન હાજર રહી માર્ગદર્શન આપશે. આ બાબતે વધુ માહિતી આપતા આ કાર્યક્રમની સહયોગી સંસ્થા રાજકોટ જીએસટી બારના પ્રમુખ જતીનભાઇ ભટ્ટ અને સેક્રટરી ભરત રામાણીએ વધુમાં જણાવેલ છે કે, અન્યના બોગસ બિલીંગના કારણે જેન્યુઇન વેપારીઓ હેરાન ન થાય તે માટે કઇ કઇ સાવચેતીઓ રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આઇટીસી ક્રેડીટ :- આઇટીસી ક્રેડીટના કાયદાઓ સમયે સમયે ફેરવવામાં આવ્યાા છે. આઇટીસી ક્રેડીટ મીસમેચ હોય તો શું થાય?, આઇટીસી ક્રેડીટ લેવાની રહી ગઇ હોય તો શું થાય? કેટલા સમયમાં આઇટીસી ક્રેડીટ લઇ શકાય? કઇ કઇ ખરીદીમાં આઇટીસીની ક્રેડીટ મળવાપાત્ર નથી? વગેરે અંગે તલસ્પર્શી માહિતીનું એક ટેકનીકલ સેસન્સરનું આયોજન કરવામાં આવેલ છે.

આ સેમીનાર મંગળવાર તા.14/03/2023 ના રોજ સવારે 9:30 થી સાંજના 5:30 સુધી રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસીએશનના ઓડીટોરીયમમાં રાખવામાં આવેલ છે. ફી રૂા. 750/- રાખવામાં આવેલ છે. આ સેમીનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીેઝ, 401, 402, ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ, રાજકોટ. અને પ્રમુખ જતીનભાઇ ભટ્ટ, પી. એન્ડ બી. એસોસીએટ, 106, અવધ પ્લાઝા, રાજબેંક સામે, પંચનાથ પ્લોટ તથા હેમલભાઇ કામદાર, જોઇન્ટ સેક્રેટરી, શિવકમલ બિલ્ડીંગ, પહેલા માળે, આર્યસમાજની સામે, રીગલ ફર્નિચરની બાજુમાં, ઢેબર રોડ, તથા રાજકોટ સી.એ. બ્રાંચ, આઇસીએઆઇ ભવન, ગીરીરાજ નગર, રૈયા સર્કલ, રાજકોટનો સંપર્ક કરવાનો રહેશે.

આ કાર્યક્રમમાં જીએસટીના કાઉન્સીલના ઉચ્ચક અધિકારીઓને ધનસુખભાઇ વોરા-ચેરમેન ગ્રેટર દિલ્હી થી ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એ.વિનયભાઇ સાકરીયા, હેમલભાઇ કામદાર, ગ્રેટર રાજકોટ ચેમ્બરના ડાયરેક્ટરઓ જહેમત ઉઠાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.