Abtak Media Google News

ડાયાબિટીસના દર્દીઓ માટે “સુગર” વધવા કરતા ઘટી જવી “વધુ જોખમી”

મોટાભાગના તબીબો દર્દીઓને સુગર વધવા ન દેવા કરે છે તાકીદ પણ કોઈ ઘટાડા (હાઈપોગલીસેમીયા) જોખમોથી ચેતવતા નથી

ડાયાબિટીસના દર્દીઓ માટે લોહીમાં ખાંડનું પ્રમાણ જોખમી હોય છે ગળપણ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ડાયાબિટીસના દર્દીઓ માટે ગળપણ અમૃતનું કામ પણ કરે છે ડાયાબિટીસના દર્દીઓ ને લોહીમાં સુગરનું પ્રમાણ ન વધે તેવી તાકીદની ભલામણ કરવામાં આવે છે પરંતુ લોહીમાં વધતા સુગરના પ્રમાણ કરતાં જો સુગરનું પ્રમાણ ઘટી જાય તો વધુ જોખમ ઊભો થઈ શકે છે. સાંપ્રત સમયમાં બદલાઈ રહેલી જીવન શૈલી અને ભૌતિક સુવિધાઓની ભરમાર વચ્ચે મધુ પ્રમેહ ડાયાબિટીસનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે એક જમાનો હતો કે મોટી અવસ્થા અને જૂજ લોકોને મધુ પ્રમેહ ની સમસ્યા આવતી ..હવે તો બાળક અને ખાસ કરીને યુવાનોમાં પણ આ રોગ ઘર કરી ગયું છે, ત્યારે ડાયાબિટીસમાં સામાન્ય રીતે સુગરમાં વધારો થવાની સમસ્યા સામે સાવચેતી રાખવાની સમજ આપવામાં આવે છે પરંતુ ખરેખર ડાયાબિટીસના દર્દીઓ માટે લોહીમાં “સુગર”ના પ્રમાણ માં વધારા કરતાં ઘટાડા ની હાઈપોગલીસેમીયા ની પરિસ્થિતિ વધુ જોખમી બને છે.

લોહીમાં સુગર ઘટે તો કેવા લક્ષણો દેખાય?

ડાયાબિટીસના ડોક્ટર મિત્તલ દ્વારાહાઈપોગલીસેમીયા સુગરના ઘટાડા ની પરિસ્થિતિમાં દેખાતા લક્ષણોની જાણકારી આપતા જણાવ્યું હતું કે સુગર ઘટી જાય ત્યારે આંખોમાં અંધારા આવવા, કાળા કુંડાળા દેખાવા; મોઢામાં ગળપણ ,શરીરમાં કંપારી ;ભૂખ અને શ્વાસ , હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા? ચિતભ્રમની પરિસ્થિતિ, અનિંદ્રા, માથાનો દુખાવો, મેદસ્વિતા અને હોઠ, જીભ અને ગાલમાં ઝીણી થરથરાટી કે ઝણઝણાટી નો અનુભવ થાય છે ,આ પરિસ્થિતિમાં જો સાવધાની રાખવામાં ન આવે તો દર્દીઓને મૂર્તયૂ સુધીનું જોખમ નડી જાય છે; શરીરમાં સુગરનું પ્રમાણ ઘટી જાય તો દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિ બદલાઈ જાય છે, દર્દી ચિત્તભ્રમ,અસ્તવ્યસ્ત અને અજુગતી હરકતો કરે છે એકાગ્રતા ગુમાવી દે, અને બોલવામાં લોચા પડે છે આંખે દેખાવાની તકલીફ થાય છે અને ખાવા પીવા મીઠા તલ પાપડ થાય છે સ્નાયુ મા નબય ઈ અને ગભરામણ ની ફરિયાદ કરે છે. હાઈપોગલીસેમીયા લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટી જવાથી ઉભી થનારી સમસ્યામાં દર્દી વિકાસ ઘરમાં સારવાર શરૂ કરી દેવી જોઈએ ડોક્ટર કુમાર સમજાવે છે કે આવા દર્દીને તાત્કાલિક ધોરણે શરબત કે નાસ્તો આપી દેવો જોઈએ અને વહેલાસર જમવાનું દઈ દેવું જોઈએ જેનાથી પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણ કરી શકાય આ પરિસ્થિતિની સારવાર ઘરે પણ કરી શકાય 70 થી નીચે અને 55 થી 69 વચ્ચે સુગર ચાલી જાય ત્યારે 15 ગ્રામ કાયબોહાઈડ્રેટ આપવું જોઈએ આવા દર્દીઓને ગરમ ચા પછી દૂર રહેવું જોઈએ સામાન્ય રીતે એવું કહી શકાય કે ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરનું પ્રમાણ ન વધે તેની ચીવટ રાખવા સાથે સાથે સુગર ઘટી હદય તેની ચીવટ રાખવી જોઈએ આવી પરિસ્થિતિમાં મોઢામાં ખાંડ રાખીને તેને ચૂસી લેવી જોઈએ અને તાત્કાલિક સુગરનું પ્રમાણ સમતલ કરવા ના પ્રયાસો કરવા… જોઈએહાઈપોગલીસેમીયા ડાયાબિટીસના દર્દીઓ માટે લોહીમાં ખાંડનું પ્રમાણ વધી જવા ના બદલે ઘટી જવાની પરિસ્થિતિ વધુ જોખમી છે તે સો જાણીને તેના માટે જાગૃતિ કેળવવી જોઈએ તે તબીબી જગતના નિષ્ણાતો  ભલામણ કરી રહ્યા છે

ડાયાબિટીસ શું છે…

શરીરની ક્રિયા માટે જરૂરી ઉર્જા ગ્લુકોઝ માથી સંચિત થાય છે એટલે ગ્લુકોઝ શરીરનું ઇંધણ ગણાય પરંતુ ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં જળવાઈ રહ્યું જવું જોઈએ આ માટે શરીરમાં પેનક્રિયાસ ગ્રંથિ માંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ શરીરમાં વહેતા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે જ્યારે પેનક્રિયાસ માંથી ઇન્સ્યુલિન નું સ્ત્રાવ ઘટી જાય અથવા તો બંધ થઈ જાય ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય આ સમસ્યાને મધુ પ્રમે કે ડાયાબિટીસ કહેવાય છે ડાયાબિટીસમાં માત્ર સુગર વધી જવાની જ સમસ્યા ચિંતાજનક નથી લોહીમાંથી સુગરનું પ્રમાણ ઘટી જવું પણ જોખમી હોય છે…

63 વર્ષના ગંગાબેન ઠાકોર ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે નિયમિત ઇન્સ્યુલિન લે છે અને સાથે સાથે દરરોજ સાંજે ચાલવા પણ જાય છે અચાનક ચાલતા ચાલતા તે પડી ગયા પરંતુ સદનસીબે તેમનો પુત્ર તેમની સાથે હતો અને તે સલામત રીતે ગંગાબેનને ઘેર લાવ્યા ગંગાબેન સુગર લેવલ ઘટી ગયું હોવાનું તબીબો એ જણવતા તેમને આશ્ચર્ય થયું કે લોહીમાંથી સુગર કેમ ઘટી જાય?

હું તો નિયમિત દવા લઉં છું …ગંગાબેન એક નથી મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ માત્ર લોહીમાં સુગરનું પ્રમાણ વધે નહીં તે માટે સચેત રહેતા હોય છે પરંતુ સુગર ઘટી જવા ની પરિસ્થિતિ વિશે અજાણ હોય છે.

ડાયાબિટીસના દર્દીઓમાં “હાઈપોગલીસેમીયા” સુગરનું પ્રમાણ ઘટાડાની સમસ્યા સામાન્ય છે ,આ સમસ્યા ઇન્સ્યુલિન વધારવાની દવાથી સર્જાઈ જાય છે અને દવાઓ આહાર અને વ્યાયામ ના અસંતુલન ના કારણે ઘણીવાર સુગર ઘટી જાય છે; મેક્સ હેલ્થ કેર ના અધ્યક્ષ ડોક્ટર અમરીશ મિતલ નું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર ઘટી જેવી વધુ જોખમી છે તેમણે વિસ્તૃત પણ એ સમજાવતા જણાવે છે કે ડાયાબિટીસના નિયમિત દર્દીઓ ને તબીબો ઓપીડી માં સામાન્ય રીતે લોહીમાં ખાંડનું પ્રમાણ ન વધે તે માટે ચીવટ રાખવાનું જણાવે છે .ક્યારે કોઈ ડોક્ટર દર્દીને લોહીમાં સુગરનું પ્રમાણ ઘટી જવાની સમસ્યા અંગે સમજાવતા નથી.. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે લોહીમાં સુગરનું પ્રમાણ 65 થી 60 મિલિગ્રામ જેટલું ઘટી જાય તો તે જોખમી છે;હાઈપોગલીસેમીયા 20 સ્થિતિમાં સુગરનું કાઉન્ટ 80થી 75 ને પણ જોખમી માનવામાં આવે છે, ડાયાબિટીસના દર્દીઓ દ્વારા લેવામાં આવતા ઇન્સ્યુલિન ના કારણે શરીરમાં અંત:સ્ત્રાવ નું સંતુલન બદલતું રહે છે આ કારણે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટી જવાની સંભાવના રહે.

સામાન્યથી સુગરનું પ્રમાણ નીચું ચાલ્યું જાય તે દર્દીઓ માટે વધુ જોખમી બની શકે છે.

કોચીના અમૃતા હોસ્પિટલના ક્લિનિકલ પ્રોફેસર અને ડાયાબિટીસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર હરીશકુમાર નું કેવું છે કે સામાન્ય રીતે હું વિચારું છું કે ડાયાબિટીસના તમામ દર્દીઓને ખરેખર શરીરમાં સુગરના વધારા કરતા ઘટાડા સામે વધુ સાવધ રહેવું જોઈએ… કારણ કે જ્યારે “સુગર”નું પ્રમાણ ઘટી જાય તે પરિસ્થિતિ સુગરના વધારા કરતાં વધારે જોખમી સ્થિતિ ઊભી કરે છે આ અંગે જાગૃતિની જરૂર છે સામાન્ય રીતે ટાઈપ એ ના દર્દીઓમાં સુગરનું ઊંચું પ્રમાણ રહે છે તે એટલું બધું જોખમી નથી પરંતુ જો સુગર નો પરમાર ઘટી જાય તો મૃત્યુ સુધીનું જોખમ ઊભું થઈ શકે છે, એટલે દર્દીઓને શરીરમાં સુગરનું પ્રમાણ વધારે ધકરતા ઘટાડા સામે વધારે સાવધ રહેવું જોઈએ ..તમામ ડાયાબિટીસના દર્દીઓને સુગરના ઘટાડાની પરિસ્થિતિ સામે સાવધ રહેવું જોઈએ અને દરેક દર્દીઓને સુગરના ઘટાડાની પરિસ્થિતિમાં કેવા કેવા લક્ષણો દેખાય તે માટે સ્વયં જાગૃત રહેવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓને ખાવા પીવા ના સમય અને કેલેરી ક્ધટેનમાં સાવધ રહેવું જોઈએ બાર વાગે બપોરનું જમણું કે એક કે દોઢ વાગે જમવું, કયા સમયે કેવું ખાવું? અને આહારમાં ફેરફાર કરીને શરીરમાં સુગરનું પ્રમાણ ન ઘટે તે માટે સાવચેત રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.