Abtak Media Google News

15 ઉઘોગપતિઓને સન્માનીત કરાશે: મહાનુભાવો રહેશે ઉ5સ્થિત

સૌરાષ્ટ્ર અને કચ્છના અગ્રણી ઉદ્યોગપતિઓએ દેશ અને વિદેશમાં પોતાના ધંધા અને ઉદ્યોગ દ્વારા નામ રોશન કરેલ છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  પાંચ ટ્રીલીયનના અર્થતંત્રનો લક્ષ્યાંક આપેલ છે તે લક્ષ્યાંકને પહોંચવામાં  ઉદ્યોગપતિઓનો સિંહફાળો છે. આવા અગ્રણી ઉદ્યોગપતિઓને સન્માનવાનો એક કાર્યક્રમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇસી બેન્કના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ છે.

આવા અન્ય બે કાર્યક્રમો ચેમ્બર દ્વારા છેલ્લા ચાર માસમાં કરવામાં આવેલ છે અને તેમાં 23 જેટલા અગ્રણી ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવેલ હતુ. હવે પછીના આ કાર્યક્રમમાં 15 ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવશે અને તેઓને ગ્રેટર બિઝનેશ આઇકોન એવોર્ડ પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તા.ર8 જાન્યુઆરીના રોજ 4.30 કલાકે સયાજી હોટલ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય  ડો. દર્શીતાબેન શાહ,  રમેશભાઇ ટીલાળા અને  ઉદયભાઇ કાનગડ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાત સરકારની પ્રોત્સાહનની પોલીસી અંગે  કે.વી. મોરી સાહેબ જનરલ મેનેજર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા કેન્દ્ર સરકારની ઉદ્યોગને પ્રોત્સાહનની પોલીસી અંગે મિસ. સ્વાતિ અગ્રવાલ જે એમએસએમઇ રાજકોટ ઓફિસના વડા છે તે માર્ગદર્શન આપશે. આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા ઉદ્યોગોને સરળ ધિરાણની સ્કીમ અને એક્ષ્પોર્ટ ધિરાણની સ્કીમો વિશે  સંજય તન્ના ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમજ ઈંઈઈંઈઈં ના ઝોનલ હેડ કમલેશ પનવાણી પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ સ્પોર્ટ પાર્ટનર ઇસીજીસી (એક્ષ્પોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) છે કે જે ભારતના નિકાસકારોને એક્ષ્પોર્ટ ક્રેડીટનો ઇન્સ્યોરન્સનો સર્પોટ આપવમાં અગ્રગણ્ય છે. બેંકના રાજકોટના હેડ વિકાસકુમાર પ્રસાદ ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ તા. 28.1.2023 શનિવારે 4:30 કલાકે સયાજી હોટલ કાલાવડ રોડ ખાતે યોજાવાનો છે. મર્યાદિત સંખ્યા હોવાને કારણે વહેલા તે પહેલાના ધોરણે ફોન નં. 090817 09410 ઉપર ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ પર રજીસ્ટ્રેશન કરાવશો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રીરજીસ્ટ્રેશન ફરજીયાત છે.

આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી રાજીવભાઇ દોશી, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, સહમંત્રીશ્રી સુનીલભાઇ ચોલેરા અને આઇસીઆઇસીઆઇ બેન્કના  નિલેશ બાવીસી દ્વારા જણાવવામાં આવેલ છે.

  • જીતેન્દ્રભાઇ અધારા – સિમ્પોલો વિટ્રીફાઇડના સી.એમ.ડી.
  • રાજેશભાઇ ડોબરીયા – જયંત સ્નેકસ અને બેવરેજીસના ડાયરેકટર
  • ધરમશીભાઇ બેડીયા – સિલ્વર ક્ધઝયુમર ઇલેકટ્રીકલ્સના મેનેજીંગ ડાયરેકટર
  • ચંદુભાઇ પટેલ – દાવત બેવરેજીસ કંપની ડાયરેકટર
  • પ્રફુલભાઇ વી. કામાણી – જે ફિલ્ડમેન એન્જીનીયર (ચેરમેન)
  • ઘનશ્યામભાઇ ઢોલરીયા – નોબલ રીફેકટરીઝના મેનેજીંગ ડાયરેકટર
  • રમેશભાઇ પટેલ – અમન ઓરનામેન્ટસ
  • મિસ નીશા કોટેચા – ઇન્ક ડિવો કંપનીના ફાઉન્ડર
  • બકીરભાઇ ગાંધી – ક્રિસ્ટલ ગ્રુપ સી.એમ.ડી.
  • પ્રફુલચંદ્ર ધામી – ગૌતમ ટેકનોકાસ્ટ કંપની ચેરમેન
  • રાજુભાઇ પટેલ – જયશ્રી ઇમ્પેક્ષ – ટેક્ષટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ
  • પરેશભાઇ પટેલ – ટર્બો બેરીંગ કંપની મેનેજીંગ ડાયરેકટર
  • અશોકભાઇ મણવર – એકશનવેર કંપની
  • મિસ. પ્રિતીબેન પટેલ – રેસ્પીયન એન્ટરપ્રાઇઝ સી.એમ.ડી.
  • વિજયભાઇ ડોબરીયા – સદભાવના ટ્રસ્ટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.