Abtak Media Google News

લેખિત આવેદનપત્ર આપી મુદાસર ચર્ચા વિચારણા કરી રજુઆત કરાઈ

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાની આગેવાનીમાં કાંતીભાઈ જાવીયા (ઉપપ્રમુખ, સહમંત્રી ઈશ્વરભાઈ બાંભરોલીયા, સહમંત્રી સંજયભાઈ મહેતા તથા કોષાધ્યક્ષ અજીતસિંહ જાડેજાનું બનેલું પ્રતિનિધિમંડળ જોઈન્ટ પોલીસ કમિશનર સિઘ્ધાર્થ ખત્રી આઈપીએસની રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ શહેરના ટ્રાફિકને લગતા જુદા જુદા પ્રકારના પ્રશ્નો અંગે લેખિત આવેદનપત્ર આપી મુદાસર ચર્ચા વિચારણા કરી રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતને અંતે જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા ખુબ જ હકારાત્મક વલણ દાખવી કરવામાં આવેલ સુચનો ખુબ જ અગત્યના અને સુંદર રહેલ છે તેવો પ્રતિભાવ આપવામાં આવ્યો.

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ સુચવ્યું કે, આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા લાગતા વળગતા ખાતા જેવા કે જિલ્લા કલેકટર શહેર પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ સુપ્રીટેન્ડન્ટ, રીજીયોનલ આર.ટી.ઓ, મ્યુસીપલ કમિશનર, નેશનલ હાઈવે ઓથોરીટી, રૂડાના સીઈઓ, સુપ્રીટેન્ડીંગ એન્જીનીયર વગેરે ઉચ્ચ અધિકારીઓ તથા લોકપ્રતિનિધિઓ, લોકસભ્ય રાજકોટ વિસ્તારના સર્વે ધારાસભ્યો, શહેરના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ વગેરે તેમજ શહેરની અગ્રગણ્ય વેપારી તથા સામાજીક સંસ્થાઓના આગેવાન અને લોકસેવકો સાથે કલેકટરના પ્રમુખ સ્થાને મિટીંગનું આયોજન કરી સૌના સુચનો આવકારી આ કાર્યને લાંબાગાળાના આયોજનરૂપે આગળ વધારવું જરૂરી છે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.