Abtak Media Google News

ઇન્દીરા સર્કલે ૮ દિવસીય રોપા વિતરણ કેન્દ્ર ખુલ્લુ મુકાયું

વન વિભાગની લોક ભાગીદારીમાં રાજકોટના પર્યાવરણ પ્રેમી અને વૃક્ષ બંધુ વિજયભાઇ પાડલીયાએ તેના ટ્રસ્ટ ગ્રીન ફિલ્ડ તથા દિપકભાઇ વ્યાસ ધ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા તા.રર થી ૩૧ જુલાઇ દરમ્યાન ૧પ૦ ફુટ રીંગરોડ ઇન્દીરા સર્કલ ખાતે વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કેન્દ્રનો ભવ્ય ડોમ શરુ કર્યો છે. પ્રથમ દિવસે રાજકોટ શહેર મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા રાજકોટ મહાનગરપાલીકાના મેયર બીનાબેન આચાર્યરાજકોટ વિધાનસભાના ૬૯ના પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ વંદનાબેન ભારદ્વાજ દ્વારા દીપ પ્રાગટય કરી ને રોપા વિતરણ કેન્દ્રનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નં.૧૦ના માધવભાઇ દવે, દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી. વગેરેએ આયોજક ટ્રસ્ટના સદપ્રયાસની પ્રશસા કરી હતી.

આપતા ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઇ પાડલીયા જણાવે છે કે ઘરમાં આગણા અને શેરીઓની શોભા વધારે એવા વિવિધ વૃક્ષો રોપાઓનું કેન્દ્ર ખાતે વન વભાગ નિયત કરેલ ટોકન દરે વિતરણ કરવામાં આવશે જેમાં લીમડો, વડલો, કરંજ, સવન, બોરસલી, કરેણ, હરડે, આંબળા, જામફળ, રાવણા દાડમ સીતાફળ બદામ રેઇન ટ્રી ગુલમોર અરડુસી સહીતના રપ ઉપરાંત વૃક્ષોના રોપાઓ ઉપલબ્ધ છે. આ રોપાઓના ઉછેર અને જાળવણી સંબંધી તમામ માર્ગદર્શન ગ્રીન ફિલ્મ ટ્રસ્ટના કાર્યાલય ખાતે મળતું રહેશે.

પ્રથમ દિવસે ૨૯૦૦ ઉપરાંત રોપાઓનું અભુતપૂર્વ વિતરણ થયું હતું. આઠ દિવસમાં ૧૩ હજાર રોપાઓનું વિતરણનો લક્ષ્યાંક છે અમારી આ સ્તુત્ય ઝુંબેશને સફળ બનાવવા ટ્રસ્ટના મોભીઓ વિજયભાઇ પાડલીયા અને રાજુભાઇ ગાંધીના માર્ગદર્શન હેઠળ દિનેશભાઇ પટેલ, રાજુભાઇ જાવીયા,  વગેરેએ ખડેપગે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.