Abtak Media Google News

માલવિયા શેઠના મોત બાદ લાખોની ઉચાપતના કૌભાંડની તપાસમાં ઝુકાવતું એ.જી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચકચારી પી.ડી.માલવિયા કોમર્સ કોલેજના એ.જી. દ્વારા ઓડિટ તથા ચેરીટી કમિશનરે ૧૫ દિવસમાં રીપોર્ટ કરવા કલેકટરે આદેશ આપ્યો છે.

Advertisement

આ અંગેની આઠ માસ પહેલા જાણીતા શિક્ષણશાસ્ત્રી ગુજરનાર વસંતભાઈ માલવીયાના શંકાસ્પદ મૃત્યુ બાદ બોગસ વીલ, ટ્રસ્ટના બોગસ બનાવટી ઠરાવો ઉભા કરી અને બની બેઠેલા ટ્રસ્ટીઓએ કરેલી લાખો ‚પિયાની ઉચાપત સંદર્ભે ટ્રસ્ટી મનોજ જયંત શાહ, વિશાલ મનોજ શાહ, પ્રિન્સીપાલ કમલેશ મુળશંકર જાની તથા કોલેજના પ્રોગ્રામર પરેશ ઉમેશચંદ્ર મહેતા સામે નોંધાયેલા ગુના બાદ લાંબો સમય જેલમાં રહેલા હતા.

મુળ ફરિયાદી સંજય સુરેશચંદ્ર પંડયાએ કલેકટર, ચેરિટિ કમિશનર અને એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ) વિજિલન્સ વિગેરેને આ કૌભાંડ અંગે તપાસ કરવા અરજી કરતા કલેકટરે ચેરિટિ કમિશનરને દિવસ ૧૫માં તપાસ કરી રીપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે. જેથી ચેરીટી કમિશનરે સ્યુઓમોટોએ ફેરફાર રીપોર્ટ અંગે કોગ્નીજન્સની નોંધ લઈ તપાસ હાથધરી છે.

ઉપરાંત અન્ય ટ્રસ્ટીઓ બહારગામ રહેતા ટ્રસ્ટની મીટીંગમાં એજન્ડા અને ટ્રસ્ટના આર્થિક વ્યવહારમાં મોટી ઉચાપત થઈ હોય તેથી એ.જી. દ્વારા તપાસ અંગે પી.ડી.માલવીયા કોલેજને પત્ર લખી એકાઉન્ટના ઠરાવો, મીનીટસ બુક તૈયાર રાખવા જણાવ્યું હતું. પી.ડી.એમ. કોલેજના ટ્રસ્ટીઓ ભરત દ્વારકાદાસ, અનંતપારેખ, લલિતભાઈ, જયંતભાઈ શાહ અને મનોજ જયંતભાઈ શાહ વિગેરે ટ્રસ્ટીઓ સી.એ.ના સંપર્ક વધારી એકાઉન્ટ સરભર કરવાની કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ના વર્ષની વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકારમાં જમા કરવા કાનુની માર્ગદર્શન મેળવાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મુળ ફરિયાદી સંજયભાઈ વતી એડવોકેટ તરીકે પ્રતિક રાજયગુરુ, સી.એચ.પટેલ, પાર્થ પીઠડીયા અને કરણસિંહ ડાભી રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.