Abtak Media Google News

પોલીસ બંદોબસ્ત સાથે સીએસટીની ટીમો ચેકિંગની કાર્યવાહી હાથ ધરી વેપારીઓ પેઢીઓને અલીગઢી તાળા મારી અને પલાયન

સુરેન્દ્રનગર શહેરના છેલ્લા કેટલાક સમયથી ઉત્પાદન કરતા અને વેચાણ કરતા ચીજવસ્તુઓની વધુ વખત હેરાફેરી બિલ વગર કરતા હોવાની ખાનગી રાહે બૂમરાણ ઊઠી હતી ત્યારે જેના કારણે કેન્દ્રશાસિત સીએસટી વિભાગે જુદા જુદા વ્યાપાર વિક્રેતાઓને ત્યાં આકસ્મિક દરોડાઓ પાડી અને ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂ પે જોરાવર નગર માં કંસારા બજારમાં જુદી જુદી પાંચ જેટલી વેપારી પેઢીઓ પર પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક ચેકિંગ કાર્યવાહી હાથ ધરતા ય-ૂફુ બિલ માં અને અન્ય બાબતમાં ગરબડી કરતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું ત્યારે વિક્રેતાઓ અન્ય દુકાનદાર કો અલીગઢી તાળા મારી અને પલાયન થઈ ગયા હતા

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક વેપારીઓ અને વિક્રેતાઓ દ્વારા ઉત્પાદિત કે વેચાણ કરતાં માલસામાનની હેરાફેરી દરમિયાન ઈવે બીલ માં ગબડી કરી કરવાના આશરે થી માલસામાનની હેરાફેરી કરવામાં આવી રહ્યાની શ્રી જી એસ ટી ભાગની ખાનગી હકીકતો મળેલ હતી ત્યારે આ ટીમ દ્વારા સુરેન્દ્રનગર અને જોરાવનગર સહિતનાં શહેરી વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં વેપારી વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને ચેકિંગ ટીમ દ્વારા વેપારી વિક્રેતાઓને ત્યાં ની ચેકિંગની કાર્યવાહી કરાઈ હોવાનું વેપારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે જોરાવનગર કંસારા બજારમાં સચિન મેટ લસ પરસોતમ જમનાદાસ ની પેઢી છબીલભાઈ અમૃતભાઈ ની પેઢી સહિત જુદી-જુદી ચારથી પાંચ કંસારા મેટર વિક્રેતાઓને ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે ટીમો ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી દરમિયાન માં બિલ અને અન્ય કામગીરીમાં ગડબડી કરનાર શંકાસ્પદ વિક્રેતાઓ વેપારીઓ પેઢીઓને અલીગઢી તાળા મારી અને રફુચક્કર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ ચેકિંગ કાર્યવાહી બાબતે હાલ ચેકિંગ કાર્યવાહી ચાલુ છે આથી આ બાબતે સીધી એસ.ટી વિભાગનાં સૂત્રોએ તપાસના અંતે વધુ કહી શકાય તેવું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.