Abtak Media Google News

2021નો અંતિમ દિવસ કાપડ ઉદ્યોગ માટે શુકનવંતો સિદ્ધ-જીએસટી કાઉન્સિલ એ કાપડ ઉદ્યોગ પર વેરા વધારવાનો નિર્ણય રાખ્યો મોકૂફ

કાપડ ઉદ્યોગ અને ખાસ કરીને કાપડના વેપારીઓ માટે વિદાય લઈ રહેલા વર્ષ 2021 નો અંતિમ દિવસ શુકનવંતો બન્યો હોય તેમ આજે નવી દિલ્હી ખાતે  યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સમગ્ર દેશમાં જેનો વિરોધ થઈ રહ્યો છે તે કાપડ ઉદ્યોગ પર જીએસટી દર પાંચમાંથી વધારીને બારટકા સુધી કરવાનો નિર્ણય મુલતવી રાખવાનું નક્કી થયું છે.

નાણામંત્રી નિરમલા સીતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સીલની 46મી બેઠકમાં ભારે  ચર્ચા જગાવનાર  ટેક્ષટાઈલ ઉદદ્યોગ પર જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને  5 માંથી 12 ટકા  કરવાના નિર્ણય અંગે  આજે  થયેલી સમીક્ષા બાદ કાઉન્સીલે જીએસટી દરમાં કોઈ ફેરફાર ન કરવાનું નકકી કરી  5 ટકા જ  દર યથાવત રાખવાનું મુનાસીબ સમજયું હતુ જીએસટી કાઉન્સીલના આ નિર્ણયથી સમગ્ર દેશમાં  ટેક્ષટાઈલ ઉદ્યોગ  કાપડ વેપારીઓ અને  કાપડના ખરીદદારોને  મોટી રાહત મળશે.

જીએસટી કાઉન્સિલ એ કાપડ ઉપર ના જીએસટી સ્લેબમાં કોઈ પણ ફેરફાર ન કરવાનું નક્કી કરીને વર્તમાન પાંચ ટકા જીએસટી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે કાપડ ઉદ્યોગ પર જીએસટી દર વધારવા ના નિર્દેશ ના સમાચાર ને પગલે ગુજરાત ઘરમાં ભારે વિરોધ ઉઠયો હતો 12% નું જો ભારણ કાપડ ઉદ્યોગ પર આવે તો આખું ક્ષેત્ર ભારે મરણતોલ ફટકા નો ભોગ બને તેવું તજજ્ઞોએ માનીને કોરોના ની મંદીમાંથી મેળે ઉભા થઈ રહેલા કાપડ ઉદ્યોગને વધુ સદ્ધર બનાવવા અને ઉત્પાદનથી લઇને છૂટક વેપાર સુધીની આખી સાકળ અને ખરીદારોને વ્યાજબી ભાવે કાપડ મળી રહે તે માટે જીએસટી દરમાં કોઇ વધારો ન કરવા અને હાલના પાંચ ટકા મુજબ દર યથાવત રાખવાની માંગ ઊભી થઈ હતી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વેપારી આગેવાનો સંગઠનોને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ એક સૂરે જીએસટી દરમાં કોઈ ફેરફાર ન કરવાની માંગ ઉઠાવી હતી દરમિયાન આજે મળેલી તે સ્ત્રીની 46 મિ બેઠકમાં કાપડ ઉદ્યોગ પર ના સંભવિત જીએસટી વધારા અને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે અને હવે આગામી નવા વર્ષથી જીએસટી કાપડ ઉદ્યોગ માટે યથાવત પાંચ ટકા જ રહેશે અને 12 ટકા ના વધારાના બોજથી કાપડ ઉદ્યોગને મુક્તિ મળી છે.આમ કાપડ ઉદ્યોગ માટે 31 ડિસેમ્બર નો આજનો દિવસ શુકનવંતુ સાબિત થયું છે.

કાપડ ઉદ્યોગ પરના જીએસટી વધારાને મોકૂફ રાખવાના નિર્ણયને આવકારતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ

આજ રોજ દિલ્લી ખાતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી નવી દિલ્હીમાંજી એસ ટી કાઉન્સિલની 46મી યોજાયેલીબેઠક કાપડ ઉદ્યોગ પર ના જીએસટી માં 5% માંથી વધારી 12 ટકા કરવાનો નિર્ણય મોકૂફ રાખવાના કરેલા નિર્ણય પ્રમાણમાં આવકાર મળી રહ્યો છે જીએસટી દર ઘટાડવા માટે ગુજરાતના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  તથા મંત્રી દર્શનાબેન જરદોશ ની રજૂઆતના આધારે કાપડ ઉદ્યોગ ઉપરનો જીએસટી પાંચ ટકા હતો તે વધારવાનો પ્રસ્તાવ મોકૂફ રાખવામાં આવ્યો હતો આ નિર્ણયને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ  એ આવકાર્યો હતો. રાજ્યોના નાણા મંત્રીઓ સાથે કેબિનેટ મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર કનુભાઈ દેસાઈએ બેઠકમાં હાજરી આપી હતી. સીઆર પાટીલે જીએસટી કાઉન્સિલ નો આ નિર્ણય પ્રજાની લાગણી ના સન્માન અને કાપડ ઉધોગના વિકાસ માટે એક આગવા અવસર તરીકે ગણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.