સંયુકત રીતે જે પણ કોચિંગ સેન્ટરો ચાલે છે તેને લાગુ પડશે 18 ટકા જી.એસ.ટી.: સી.બી.આઇ. સી.
અબતક, રાજકોટ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડાયરેકટ ટેક્ષ એન્ડ કસ્ટમના કહ્યા મુજબ ચલાવવામાં આવતા તમામ કોચિંગ સેન્ટરોને 18 ટકા ના જીએસટી. સ્લેબમાં ટેક્ષ ભરવો પડશે તેવી જોડવાઇ જણાવી છે.
કોચિંગ ઇન્સ્ટીટયુટમાં જીએસટી જમા કરાવતા વિઘાર્થીઓ પાસેથી જે રકમ એકત્રીત કરવામાં આવે છે. તેના સરખામણીએ વ્યકિતગત વસ્તુઓ જેવી કે, બેગ, સ્ટેશનરી, ટી-શર્ટ વગેરેની ખરીદી કરે છે ત્યારે તેઓએ જી.એસ.ટી. ઓછા દરે ચૂકવે છે જે આશ્ર્ચર્યજનક લાગે છે. આ પ્રકારની બંડલ સેવાઓ સંયુકત પુરવઠાની શ્રેણીમાં આવે છે. અને 18 ટકા જીએસટી આકર્ષે છે. કોમશનરેટ દ્વારા શોધાયેલ 3.6 કરોડ જેટલી કરચોરીનો કેસ પણ બેઠો હતો.
આમ, ચલાવવામાં આવતા તમામ કોચિંગ સેન્ટરોને માટે ઇન-ડાયરેકટ ટેક્ષની સામે લડવા માટેની પ્રોવિઝન જાણવી જરુરી બનશે અને થતી આ કોચિંગની પ્રવૃતિઓ પર જીએસટી વિભાગ દ્વારા થતી કરચોરીને અંકુશમાં લાવવાનો પ્રયાસ કરશે.