Abtak Media Google News

નવી દિલ્લી ખાતે રવિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં 66 જેટલી ચીજવસ્તુઑના ટેક્સમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો અને કોમ્પોઝીશન સ્કીમ માટે 50 લાખની મર્યાદા હતી જેને હવે વધારીને 75 લાખ કરવામાં આવી છે. વેપારી, મેન્યુફેક્ચર અને રેસ્ટોરાં માલિક કે જેઓ વાર્ષિક 75 લાખ સુધીનો વેપાર કરે છે તે વિકલ્પ પસંદ કરી શકે છે. વેપારીઓએ રેવન્યૂના 1 ટકા, મેન્યુફેક્ચરર્સ 2 ટકા, અને રેસ્ટોરાં માલિકોને 5 ટકા ટેક્સ સરકારને ચૂકવવો પડશે.

75 લાખ સુધી ટર્નઓવર પર રાહત

નાણાં મંત્રી અરુણ જેટલીએ કાઉન્સીલની બેઠક બાદ વધુ વિગતમાં જણાવ્યુ હતું કે ઉદ્યોગજગતે 133 જેટલી ચીજવસ્તુઓ પર ટેક્સમાં રાહત માટે ભલામણ કરી હતી. ટેક્સનો દર હાલ જે ટેક્સના દર છે તેની નજીક રહે તથા ચીજવસ્તુઓના વપરાશનું પ્રમાણ એમ બે બાબતોના આધારે ફેરફાર કરવામાં આવ્યો છે. એવી જ ચીજ વસ્તુઓમાં ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે જે ચીજવસ્તુ લોકો વધુ ઉપયોગ કરે છે. તેમ છતાં સેનેટરી નેપકીન પરનો 12 ટકા ટેક્સ દૂર કરવાની માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.

ફિલ્મની ટિકિટ પર 18 ટકા અને ટકા જીએસટી

ફિલ્મની ટિકિટ માટેની બે શ્રેણી બનાવવામાં આવી છે. જેમાં 100 રૂપિયાથી ઓછા દરની ટિકિટ પર 18 ટકા ટેક્સ અને 100 રૂપિયાથી વધુની ટિકિટ પર 28 ટકા જીએસટી રેટ વસૂલવામાં આવશે. અત્યારે અલગ- અલગ રાજ્યો દ્વારા ફિલ્મની ટિકિટ પર અલગ ટેક્સ વસૂલવામાં આવે છે. અત્યારે ફિલ્મની ટિકિટ પર રાજ્યો 28-110 ટકા જેટલો ટેક્સ વસૂલે છે. ઘણા રાજ્યો દ્વારા હાલ અમુક નિશ્ચિત ભાષાની ફિલ્મોને આ દરમાથી મુક્તિ આપવામાં આવી છે. જે જીએસટી લાગુ પડતાં જ શક્ય નહીં બને. જેટલીએ આ અંગે જણાવ્યુ કે રાજ્યો તેની પ્રદેસીક ફિલ્મોને ડાયરેક્ટર ફંડ ટ્રાન્સફર દ્વારા જીએસટી રિફંડ કરી શકશે.

ઇ-વે બિલ તેમજ લોટરી ટેક્સ પર વિચારણા હવે પછીની બેઠકમાં

કાઉન્સિલે અકાઉન્ટ અને રેકોર્ડ બુકના નિયમોને પણ મંજૂરી આપી છે. પણ હાલ ઇ-વે બિલ પર કોઈ નિર્ણય લેવાયો નથી. 18મી જૂને મળનારી આગામી બેઠકમાં ઇ-વે બિલ તથા લોટરી ટેક્સ પર વિચારણા કરવામાં આવશે. ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે ઇ-વે બિલને ફરજિયાત કરવામાં આવ્યું છે. હાઇબ્રિડ કારો પર દર અંગે પણ હવે પછી નિર્ણય લેવાશે. જીએસટી કાયદાની નીચે ચીજવસ્તુઓની નફાખોરી રોકવા માટે અલગ અલગ બોડી બનાવવામાં આવશે. સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યુ કે તેના માટે ડ્રાફ્ટ રુલ કરી દેવાયો છે. આ બોડી કંપની ગ્રાહકો સુધી ફાયદો પહોચાડે છે કે નહીં તે જોવાનું કામ કરશે. આ ઉપરાંત ડાયમંડપ્રોસેસિંગ, ટેક્સ્ટાઈલ, લેધર, પ્રિટિંગના જોબવર્ક પરનો ટેક્સનો દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જે પેલા 18 ટકા રાખવામા આવ્યો હતો. આ સિવાય કાજુ, અગરબતી અને ઇન્સુલિનનો નવો દર 5 ટકા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.