Abtak Media Google News

જી.એસ.ટી. બાર એસો.ની નાણામંત્રીને રજુઆત

સરકારની બાંહેધરી છતા રીફંડની કાર્યવાહી ઠપ: વેટ ઓડીટની આકારણી મુદતમાં વધારો ખુબ જ જરૂરી હોવાનો એસો.નો સ્પષ્ટ મત

રાજકોટ જી.એસ.ટી. બાર એસો. દ્વારા રાજયના નાણામંત્રી નીતીનભાઇ પટેલને લેખીત રજુઆત કરી વેપારીઓને ઓડીટ આકરણી અંગે તંત્ર દ્વારા આપવામાં આવેલ સમય મર્યાદાનો હુકમ રદ કરી સરકારના આત્મનિર્ભર પેકેજનો યોગ્ય લાભ મળે તે અંગે યોગ્ય માગણી કરવામાં આવી છે.

Advertisement

હાલમાં વેટ ઓડીટ આકારણી વર્ષ ૨૦૧૫-૧૬ રી-એસેસમેનટ તેમજ સને ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮(૩૦-૬-૨૦૧૭ સુધી) ની કામગીરી ચાલી રહી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તાજેતરમાં જ અધિકારીઓને એવો આદેશ આપવામાં આવેલ કે વેટ ઓડીટ આકરણીની સંપૂર્ણ કામગીરી તા. ૩૧-૧૨-૨૦ સુધીમાં પૂર્ણ કરી નાખવી આ ઉપાવડીયું તેમજ વહીવટી રીતે પણ પહોંચી ન વળાય તેવી કામગીરી છે વેટ ઓડીટ આકારણી વર્ષ ૨૦૧૫-૧૬ રી-એસેસમેન્ટ તેમજ સને ૨૦૧૬-૧૭ ની કામગીરી પૂર્ણ કરવા માટેની વેટ કાયદાનુસાર તા. ૩૧-૩-૨૦૨૧ સુધીનો અને વેટ ઓડીટ આકારણી વર્ષ ૨૦૧૭-૧૮ (૩૦-૬-૨૦૧૭ સુધી) ની કામગીરી પૂર્ણ કરવા માટેની વેટ કાયદાનુસાર તા. ૩૧-૩-૨૦૨૨ સુધીની સમય મર્યાદા છે.

પરંતુ હાલના સંજોગોમાં આવી ઉતાવળે કામગીરી કરવી શકય ન હોવાના વિવિધ કારણો જણાવવામાં આવ્યા છે જેમાં કોઇ વેપારીને આંતરરાજય વેપાર હોય તેના ધારાકીય ફોર્મ અન્ય રાજયમાંથી આવેલ ન હોય તેની ઉપર આપણો કોઇ કાબુ ન હોય કારણ કે ફોર્મ તેમણે ત્યાંની વેટ કચેરીમાંથી મેળવવાના હોય તે રાજયનીફોર્મ આપવાની પઘ્ધતિ આપણા રાજય જેટલી ઝડપી ન હોયતેના રાજયોમાં કોવિડ-૧૯ ના કારણે કચેરીઓ સંપૂર્ણપણે કાર્યરત નથી.

હાલના સંજોગોમાં કેન્દ્રીય તેમજ રાજય સરકાર અન્ય કાયદામાં જેમાં વેરો ભરવાનો હોય તેમાં પણ જે તે કાયદાનુસાર નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં વધારો કરી આપે છે.

વય મર્યાદાના કારણે કે અન્ય કોઇ કારણે અધિકારીઓ નિવૃત થતાં હોવાથી એક અધિકારીને બે કે એક થી વધુ ચાર્જ હોય છે જેથી વિગતો આપેલી હોય તો પણ અધુરી વિગતો છે તેમ માનીને- ધારીને કે ઘટતી વિગતો મંગાવ્યા વગર કે વેપારીને જાણ કર્યા વગર વેટ ઓડીટ આકારણી આદેશ પસાર કરી ખોટી વસુલાત ઉભી થવાની વેપારીઓને દહેશત ઉભી થયેલ છે.

વેપારીને હાલના કપરાકાળમાં નાણાની તકલીફ હોય ત્યારે નવી જવાબદારી ન નાખવી જોઇએ. બીનજરુરી હેરાન થવાનું અને અપીલ કરીને તેના નિકાલ કરી તનાવ ભોગવવાનો થાય તેવા સંજોગો ઉ૫સ્થિત ન થાય તે જોવા ખાસ આગ્રહ છે.

ઉપરોકત તમામ કારણોના લીધે વેટ ઓડીટ આકારણી વષ ૨૦૧૫-૧૬ રી-એસેસમેન્ટ તેમજ સને ૨૦૧૬-૧૭ ની કામગીરી પુર્ણ કરવા માટેની વેટ કાયદાનુસાર તા. ૩૧-૩-૨૦૨૧ સુધીનો અને વેટ ઓડીટ આકારણી વર્ષ ૨૦૧૭-૧૮ (૩૦-૬-૨૦૧૭ સુધી) ની કામગીરી પૂર્ણ કરવા માટેની વેટ કાયદાનુસાર તા. ૩૧-૩-૨૦૨૨ સુધીનો સમય છે. ત્યાં સુધી કોઇ એકતરફી કે વિગતો રજુ કરવાનો પુરો સમય આપ્યા વગર આકારણી કામગીરી પુરી કરીને વેપારીને હેરાનગીરીમાં ન નાખવા જોઇએ.

ખાતાના ઉચ્ચ અધિકારીઓ તરફથી હાલ જે રીતે ઓડીટ આકારણી પૂર્ણ કરવા માટે તા. ૩૧-૧૨-૨૦૨૦ સુધીનો સમય આપવામાં આવેલ છે તે સુચના આદેશ પરત ખેંચાવીને સરકારના આત્મનિભર પેકેજ વેપારી વર્ગને સરળતા જાહેર કરવામાં આવેલ છે તેનો યોગ્ય લાભ વેપારી આલમને આપવામાં આવે તેવી લાગણી અને માંગણી હોવાનું અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.