Abtak Media Google News

જામનગર સોશ્યલ ફોરેસ્ટ ડિવિઝન દેવભૂમિ દ્વારકા અને સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ જામનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨ અને ૩ ફેબ્રુઆરીના રોજ સાત રસ્તા નજીક આવેલી સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ, જામનગરમાં સૌપ્રથમ વખત બર્ડ ફેસ્ટિવલ-૨૦૧૯ નું આયોજન થવા જઈ રહ્યું છે આ બર્ડ ફેસ્ટિવલમાં જાણીતા પક્ષીવિદો દ્વારા માર્ગદર્શન તેમજ ફોટો પ્રદર્શની અને નગરના વિવિધ સ્થળો પર પક્ષી દર્શન વિગેરે કાર્યક્રમો યોજાનાર છે.

Advertisement

પક્ષીઓ માટે સ્વર્ગ સમાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશ-વિદેશના અનેક વિદ્દ પક્ષીઓ જોવા મળે છે. ત્યારે જામનગરમાં પ્રથમ વખત બર્ડ ફેસ્ટિવલ ૨૦૧૯ નું આયોજન થઈ રહ્યું છે આ આયોજનના કારણે પક્ષી પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી તારીખ ૨ ફેબ્રુઆરીએ શનિવાર ના રોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેનાર પક્ષીપ્રેમીઓ બર્ડ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

બે દિવસીય બર્ડ ફેસ્ટિવલ ૨૦૧૯ ને જિલ્લા કલેક્ટર રવિશંકર, જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, આર. ધનપાલ (આઈએફએસ દેવભૂમિ દ્વારકા) ઘનશ્યામસિંહ સોઢા (નાયબ વન સંરક્ષક ગીર સોમનાથ), સેન્થિલ કુમાર (આઈએફએસ મરીન નેશનલ પાર્ક), જામનગર વિગેરે હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે.

ત્યારબાદ બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેનાર પક્ષીપ્રેમીઓને જાણીતા પક્ષીવિદ્દો દ્વારા સેમિનાર યોજી માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવનાર છે. બર્ડ ફેસ્ટિવલ-૨૦૧૯ ના બીજા દિવસે જિલ્લાના વાલસુરા, ઢીંચડા અને રોઝી બેટ વિસ્તારમાં પક્ષી દર્શન માટે લઈ જવામાં આવશે ત્યારબાદ સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલમાં બર્ડ ફેસ્ટિવલ ૨૦૧૯ ના સમાપન સમારોહમાં મહાનુભાવોના હસ્તે ભાગ લેનાર તમામ પક્ષીપ્રેમીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરશે, શહેર જિલ્લાના પક્ષી પ્રેમીઓ, વાઈલ્ડલાઈફ તસ્વીરકારોને આ બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સોશ્યલ ફોરેસ્ટ ડિવિઝન દ્વારકા તેમજ સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.