Abtak Media Google News

પાકિસ્તાનથી સૌરાષ્ટ્રના દરિયામાં ધુસાડાયેલા ૩૦૦ કિલો હેરોઇન પ્રકરણમાં એટીએસને મળી મોટી સફળતા

ડ્રગ્સ વેચાણના નાણા આંતકી સંગઠનને પહોંચાડાતા હોવાનો ઘટસ્ફોટ

આંતકી હાજી જાન મહંમદે સલાયા અને માંડવીના દેશદ્રોહી શખ્સો મારફતે ઓગસ્ટમાં ડ્રગ્સનો જથ્થો દરિયાઇ માર્ગે ઘુસાડયો

પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આવેલું ૧૫ કરોડના પાંચ કિલો હેરોઇનનો જથ્થા સાથે એટીએસની ટીમે સલાયા અને માંડવીના શખ્સોને ગત ઓગસ્ટ માસમાં ઝડપી લીધા બાદ રૂ.૯૦૦ કરોડની કિંમતના ૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો સલાયાના દરિયામાં લેન્ડ કર્યા બાદ ઉત્તર ભારતના રાજયમાં પહોચડયાના પ્રકરણમાં એટીએસની ટીમે ઉંડી છાનભીન કરી પાકિસ્તાની આંતકી સંગઠન જૈસ એ મહંમદ સાથે સંકળાયેલા મંજુર અહેમદ મીર નામના શખ્સને શ્રીનગર પાસેના બડગાવ પાસેથી ઝડપી ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કરવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ભારતમાં ડ્રગ્સ વેચાણના નાણા આંતકીઓને પહોચડવામાં આવ્યાનું એટીએસની તપાસમાં ઘટ્ટસ્ફોટ થતા સનસનાટી મચી ગઇ છે.

ગુજરાત એટીએસની ટીમે ગત તા.૧૨ ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા પાસેના સલાયા પાસેથી રૂ.૧૫ કરોડની કિંમતના ૫.૫ કિલો હેરોઇન સાથે સલાયાના અઝીઝ અબ્દુલ ભગાડ અને માંડવીના રફીક આમદ સુમરા નામના શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન માંડવીના રફીક સુમરા અને રાજુ દુબઇ સાથે ભાગીદારીમાં બોટ ખરીદ કર્યા બાદ બોટના ધંધામાં મોટી ખોટ જતા દેણામાં ફસાયેલા રફીક સુમરાનો પાકિસ્તાન નાગરિક સોમાલી કેન્ટીન નામના શખ્સે સંપર્ક કરી પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો દરિયાઇ માર્ગે ભારતમાં લઇ જવા આંતકી સંગઠનના હાજી જાન મંહમદ પરિચય કરાવી મોટી રકમની ઓફર આપી આકર્ષિત કરી દેણામાંથી બહાર આવવા સમજાવતા રફીક સુમરા ડ્રગ્સનો જથ્થો ભારતમાં લાવવા તૈયાર થયો હતો.

માંડવીના રફીક સુમરા ડ્રગ્સનું પહેલું ક્ધસાઇન્ટમેન્ટ ૧૦૫ કિલો અને બીજુ ક્ધસાઇન્ટમેન્ટ ૧૯૫ કિલો હેરોઇન સલાયાના દરિયામાં ૯૦ નોટિકલ માઇલ સુધી લાવી સલાયાના અઝીઝ ભગાડની મદદથી દરિયા કિનારે લાવી ડ્રગ્સનો જંગી જથ્થો ઉંઝા પહોચાડી ત્યાંથી ઉત્તર ભારતના રાજયમાં મોકલી દીધાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું.

ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા રાજુ દુબઇ, કાશ્મીરના નજીર ઠાકોર અને અશરદ સોટ્ટા નામના શખ્સોને એટીએસની ટીમે નેપાળ બોર્ડરેથી ઝડપી સાત દિવસના રિમાન્ડ પર મેળવી કરાયેલી પૂછપરછમાં ૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના હાજી જાન મંહમદે ભારતમાં ઘુસાડયા બાદ આંતકી સંગઠન સાથે સંકળાયેલા મંજુર અહેમદ મીર ડ્રગ્સ વેચાણના નાણા આંતકી સંગઠનને પહોચાડતો હોવાની કબુલાત આપતા એટીએસની ટીમ કાશ્મીરના બડગાવ પહોચી આંતકી મંજુર અહેમદ મીરને કાશ્મીર પોલીસની મદદથી ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે.

આંતકી મંજુર અહેમદ મીરને કાશ્મીરથી વિમાન માર્ગે ગઇકાલે અમદાવાદ ખાતે લવાયા બાદ ધનિષ્ટ પૂછપરછ હાથધરવામાં આવી છે.

મંજુર અહેમદ મીર પીઓકે વિસ્તારમાં અખરોટ અને ચટ્ટાઇ વેચાણના ઓઠા તળે આતંકી સંગઠન જૈસ એ મહંમદ સુત્રધાર મૌલાના મસુદ અઝરના સંપર્કમાં હોવાનું અને ડ્રગ્સ વેચાણની રકમ આંતકી પ્રવૃતિ માટે આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

માંડવીના રફીક સુમરા અને સલાયાના અઝીઝ ભગાડે પાકિસ્તાનનું ડ્રગ્સ સાથેનું ક્ધસાઇન્ટમેન્ટ દરિયાઇ માર્ગે ભારતમાં લઇ જવા તૈયાર થયા ત્યારે બંને શખ્સોને પાકિસ્તાની આંતકીઓ ક્ધસાઇન્ટમેન્ટમાં ડ્રગ્સની સાથે હથિયાર અને વિર્સ્ફોટક સામગ્રી હોવાની શંકા હોવાથી બંને ડરતા હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે.

તાજેતરમાં જ ભારત અને ચાઇના વચ્ચે સુરક્ષા સમજુતી અંગે થયેલા કરાર મુજબ આંતકી મશુદ અહેમદને પકડવામાં ચાઇના મદદ કરે અને પરેશ બહારૂને આશરો ન આપવા અંગે તાકીદ કરી આંતકી મશુદ અઝરને ઝડપી લેવા ગુજરાત એટીએસની ટીમે ભીસ વધારી છે.

બંને દેશો વચ્ચે થયેલી સુરક્ષા સમજુતી કરાર અંતર્ગત મશુદ અઝરને ઝડપી લેવામાં ચાઇના મદદ કરવા સહકાર આપનાર હોવાથી સમજુતી કરારના અમલમાં પહેલ કરનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.