Abtak Media Google News

ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ ગઇકાલે પુના જઇ રહેલ હોય ત્યારે વચ્ચે મુંબઇ નજીક કાર સાથે અકસ્માત થયો હતો. જો કે પ્રમુખને ઇજા પહોંચી ન હતી અને આકસ્મિક બચાવ થયેલ છે. જાણવા મળતી વિગતો મુજબ જામનગરમાં રહેતા અને ગુજરાત હિન્દ સેનાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા પ્રતિક એમ ભટ્ટ (એડવોકેટ) અને અબતક દૈનિક ન્યુઝ પેપરમાં પત્રકાર  તરીકે માનદ સેવા આપતા હોય, હાલ મહારાષ્ટ્ર ના મુંબઇ થઇ પુનામાં હિન્દુ સેનાના કામથી જવાના હોય ત્યારબાદ માલેગાંવમાં ૨૦૦૮ માં દરગામા બોબ્લાસ્ટ થયેલ જેમાં હિન્દુઓ ના નામ ખુલ્યા હતા. તે જગ્યાની મુલાકાતે જતા પહેલા જ મુંબઇમાં સ્વીફટ કારનું જાતે ડ્રાઇવીંગ કરતા હોય જયાં  મુંબઇમાં નાઇ ગાવ નજીક મીરા રોડ પર અકસ્માત  થયો હતો જેમાં કોઇ ઇજા થઇ ન હતી અને ચમત્કારીક બચાવ થઇ ગયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.