Abtak Media Google News

રાજય વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ  અને કોગ્રેસ  માટે ‘કરો યા મરો’ની સ્થિતિ સમાન છે ત્યારે એક પછી એક નેતાઓ ગુજરાતના ચૂંટણીના ઉદ્દેશથી આવી રહ્યા છે. આ‌વા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તા. 16 ઓક્ટોબરના ગાંધીનગરના ભાટ ગામ ખાતે એક મંચ પરથી સંબોધન કરશે એ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતુ કે ગુજરાતના ખેડૂતોને વ્યાજ વગરની રૂ.3 લાખની લોન આપવાની જાહેરાત કરી હતી.

Advertisement

ભાજપના કાર્યકરો આગામી ચૂંટણીમાં વિજયના સંકલ્પ સાથે વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવવા આવ્યા છે, વિકાસ વગરનું ગુજરાત અસંભવ છે. મોદી હોય ત્યાં વિકાસ સ્વભાવિક છે. કોંગ્રેસ પરિવારવાદ, વોટબેંકની રાજનીતિ સાથે દેશને પાયમાલ કર્યો છે
કોંગ્રેસ ગરીબી, ભ્રષ્ટાચાર લાવી,વિકાસે કોંગ્રેસની કેડ ભાંગી નાંખી છે, કોંગ્રેસ વિકાસ શબ્દથી ડરી ગઇ છે. રઘવાઇ થઇ છે, કોંગ્રેસ માટે વિકાસ મજાક હશે. અમારા માટે વિકાસ મિજાજ છે

ગુજરાતના 25 લાખ ખેડૂત પરિવારોને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવા સરકાર ખેડૂતોને ખેતી માટે 3 લાખની લોન આપે છે. એ લોન હવેથી 7% વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. ખેડૂતોને વ્યાજ વગરની લોન આપશે, ખેડૂતો માટે સરકારની તિજોરી ખુલ્લી મૂકવામાં આવશે, ગુજરાત નંબર 1 છે અને રહેવાનું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.