Abtak Media Google News

બાળ શ્રમ નિવારણની સાથે તરૂણ શ્રમ નિવારણનો આકરો કાયદો ભારત સરકારે બનાવ્યો છે જેમાં ૧૮ વર્ષથી નીચેના બાળકો-તરૂણોને કામે રાખવાની મનાઇ ફરમાવી છે. હાલમાં ગુજરાત સરકાર આ કાયદાના અમલીકરણ માટેના નિયમો બનાવી રહી છે. આ નિયમો અમલમાં આવ્યેથી બાળકો-તરૂણોને કામે રાખનારાઓએ વધુ આકરો દંડ ભરવા અને સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે.

Advertisement

3Img 7727શહેર સ્થિત નાયબ શ્રમ આયુક્તની કચેરી દ્વારા યોજવામાં આવેલા બાળ શ્રમ નિવારણ પ્રાદેશિક પરિસંવાદમાં ઉપરોક્ત જાણકારી આપવામાં આવી હતી. અમદાવાદના નાયબ શ્રમ આયુક્તશ્રી ડી.સી.બક્ષીએ આ પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બાળ-તરૂણ શ્રમ નિવારણ કાયદાના અસરકારક અને પરિણામલક્ષી અમલની ખાતરી માટે આ કાયદાની વ્યાપક જનજાગૃતિ કેળવવા અને અમલમાં લોકોને સહભાગીદાર બનાવવાનું કામ શ્રમ વિભાગના તંત્રે કરવું પડશે.

3Img 7731શ્રી ડી.સી.બક્ષીએ બાળ મજુરીના દૂષણ, જોખમો અને ગેરલાભોની વિગતવાર જાણકારી આપવાની સાથે જોખમી-બિનજોખમી પ્રક્રિયાઓ, બાળ મજુરી ક્યાં ક્યાં શક્ય છે તેવા ક્ષેત્રો અને વ્યવસાયની ચર્ચા કરી હતી. તેમણે બાળ શ્રમ નાબૂદી કાયદો, તેમાં સમયાંતરે કરાયેલા સુધારા અને સજાની જોગવાઇઓની માહિતી આપી હતી. નિવૃત અધિક શ્રમ આયુક્ત શ્રી કે.એસ.ગીલે બાળ શ્રમ નાબૂદીના સંદર્ભમાં શ્રમ કાયદાઓ, બોન્ડેડ લેબર એક્ટ, લઘુત્તમ વેતનધારો અને જુવેનાઇલ જસ્ટીસ એક્ટની જોગવાઇઓના બાળ શ્રમ નાબૂદીને સ્પર્શતા પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

3Img 7734વડોદરા વિભાગના નાયબ શ્રમ આયુક્ત જી.એચ.જાનીએ સહુને આવકાર્યા હતા. મદદનીશ શ્રમ આયુક્ત શ્રી એ.એમ.સોનીએ બાળ શ્રમિકોની ઓળખ માટે જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સની કાર્યપદ્ધતિ અને મુક્ત કરાયેલા બાળકોના આર્થિક-શેક્ષણિક પુનઃવસનની વ્યૂહરચનાની જાણકારી આપી હતી. બાળ શ્રમ નિવારણમાં માર્ગદર્શક ફિલ્મ બતાવવામાં આવી હતી. મદદનીશ શ્રમ આયુક્ત સંગીતા મેકવાને જણાવ્યું હતું કે, ભારત સરકારના બાળ મજુરી(પ્રતિબંધ અને નિયમન) કાનૂન ૧૯૮૬ પ્રમાણે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામે રાખવાની મનાઇ છે અને આવુ કૃત્ય દંડ-સજાને પાત્ર છે. લોકો બાળ મજુરીની જાણ કરી શ્રમ વિભાગને સહાયક બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.