Abtak Media Google News

કૌશલ્યવાન , બિંકૌશલ્યવાન કામદારોના વેતનમાં 100 રૂપિયાનો વધારો કરાઈ તેવી આશા !!!

દેશ અને રાજ્યના કામદારોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સરકાર લઘુતમ વેતનના દરમાં આઠ વર્ષ બાદ વધારો કરે તેવી શક્યતા અને આશા સેવાઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ કૌશલ્યવાન અને બીનકૌશલ્યવાન કામદારોના લઘુતમ વેતનમાં વધારો કરવાનું વિચાર કરી રહ્યું છે અને જે અંગે પ્રપોઝ ડ્રાફ્ટ પણ રેડી એટલે કે તૈયાર કરી દેવામાં આવ્યો છે.

એરીયા એ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરિયા બી એટલે અન્ય સાત મહાનગરપાલિકામાં જે લઘુતમ વેતન કામદારોને મળી રહ્યું છે તે હવે 452 રૂપિયા નક્કી કરાયું છે અને અન્ય શહેરોમાં કામદારોને 441 રૂપિયા ન્યૂનતમ એટલે કે લઘુતમ વેતન પેટે આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં રાજ્યને બે વિભાગમાં મુકવાયો છે જેમાં પ્રથમ એટલે કે ઝોન વનમાં દરેક મહાનગરપાલિકાઓ આવી જાય અને ઝોન ટુમાં મહાનગરપાલિકા સિવાયના તમામ વિસ્તારો ને આવરી લેવામાં આવશે.

કૌશલ્યવાન,બિંકૌશલ્યવાન કામદારોના વેતનમાં 100 રૂપિયાનો વધારો કરાઈ તેવી આશા. સરકારે છેલ્લે લઘુતમ વેતન વર્ષ 2014ના ડિસેમ્બરમાં વધાર્યો હતો ત્યારે સરકાર હવે ફરી એક વખત લઘુતમ વેતનના દરમાં વધારો કરશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી જુદી દિવસોમાં જ સરકાર નવા લઘુતમ વેતનના દર કામદારો માટે નિર્ધારિત કરી તેની જાહેરાત કરશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.