Abtak Media Google News

વીના સહકાર નહીં ઉધાર !!!

સહકાર મંત્રાલયએ એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી સાથે એમઓયુ કર્યા !!!

કહેવાય છે કે વિના સહાકાર, નહીં ઉધાર ત્યારે ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા સરકાર 20 જેટલી સેવાઓ સહકાર ક્ષેત્રે આવરી લેવામાં આવશે. જેના માટે ભારતના સહકાર મંત્રાલયએ  ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય, નાબાર્ડ, કોમન સર્વિસ સેન્ટર સાથે એમઓયુ કર્યા છે. આ કરાર કર્યા બાદ એગ્રીકલચર સોસાયટી ગ્રામ્ય વિસ્તારમાં આ તમામ સુવિધાઓ ઉભી કરશે અને ગ્રામ્ય જીવનને ધબકતું બનાવશે.

Advertisement

દેશના તમામ ગ્રામ્ય વિસ્તારોને ટેકનોલોજીથી સુસજ બનાવવા માટે સરકાર સહકાર ક્ષેત્રને વધુ વિકસિત બનાવી રહી છે ત્યારે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી કે જે સહકાર ક્ષેત્ર ની આત્મા કહી શકાય તે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં મલ્ટી પર્પસ સેવાઓ પૂરી પાડશે અને આશરે 20 જેટલી સેવાઓ જેમાં બેન્કિંગ, ઈન્શ્યોરન્સ, આધાર નોંધણી અથવા તે અંગેનું અપડેટ, લીગલ સર્વિસ, એગ્રી ઇનપુટ જેવા કે ખેતી ને લગતા સાધનો, પાનકાર્ડ, આઈઆરસીટીસી, રેલ, બસ અને એર ટિકિટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

સહકાર મંત્રાલય આ અંગેના તમામ એમઓયુ વિવિધ મંત્રાલય સાથે કર્યા ત્યારે ગૃહ મંત્રી અને સહકાર ક્ષેત્રે જોડાયેલા મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કરારમાં એ અંગે પણ રજૂઆત અને જોગવાઈઓ કરવામાં આવી છે કે પેક્સ એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી છે તે કોમન સર્વિસ સેન્ટર તરીકે કાર્ય કરશે અને તેમની જે સેવાઓ ડિજિટલ સેવા પોર્ટલ ઉપર લાગુ થયેલી છે તે તમામ સેવાઓને ગ્રામ્ય લોકો સુધી પહોંચાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે કે સહકાર છે સમૃદ્ધિ તે મુદ્દાને ધ્યાને લઇ હાલ કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ પગલાંઓને અમલી બનાવવામાં આવી રહ્યા છે આ કાર્ય કરવાથી સહકાર ક્ષેત્રની સાતો સાત ગ્રામ્યના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વિકસિત બનશે અને તેઓએ આ વિવિધ સેવાઓ માટે જે દૂર જવું પડતું હતું તે પણ હવે નહીં જવું પડે.

દેશની અર્થવ્યવસ્થાને ઝડપી વિકસિત બનાવવા માટે જો ગ્રામ્ય વિસ્તારની અવગણા કરવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉભા થઈ જતા હોય છે ત્યારે સરકારે આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે દેશની અર્થવ્યવસ્થા માટે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ પણ એટલી જ અનિવાર્ય છે અને તેનો વિકાસ પણ એટલો જ જરૂરી છે ત્યારે વધુને વધુ ગ્રામ્ય વિસ્તારને પૂર્ણતઃ વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા જે કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે તેનાથી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ શક્ય બનશે અને આ કાર્ય માટે સહકાર ક્ષેત્ર ખૂબ ઉપયોગી ભાગ ભજવશે.

હાલ ગ્રામીણ વિસ્તારોની વાત કરવામાં આવે તેવી એક પણ સુવિધાઓથી ગામડું સચ નથી હોતું ત્યારે બેન્કિંગ સહિત ઇન્સ્યોરન્સ જેવી જે સેવાઓ છે તેને મેળવવા માટે જે તે ગામ શહેર સુધી આવું પડતું હોય છે ત્યારે હવે સરકાર સહકાર ક્ષેત્રની મદદ થી જ ગ્રામ્ય લોકોનું જીવન વધુ ધબકતું કરી દેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે કે સહકાર છે સમૃદ્ધિ તક તે વાક્ય અને તે અભિયાનને પણ ચરિતાર્થ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.