Abtak Media Google News

કમોસમી વરસાદ, અને પર્યાવરણમાં બદલાવ છતાં જીરુનું ઉત્૫ાદન વઘ્યું

ગુજરાતી રસોઇના તો વિદેશીઓ પણ દિવાના છે. સ્વાદપ્રેમી જનતા અને મસાલા ઉત્૫ાદનમાં ૨૦૧૫-૧૬ થી પ્રથમ સ્થાને રહેનાર ગુજરાતે તેનો નંબર વનનો તાજ ગુજરાવી ચોથા નંબરે પહોચ્યો છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ૨૦૧૫-૧૬ માં ગુજરાતમાં મસાલાનું ઉત્પાદન ૧૦.૭૮ લાખ મેટ્રીક ટન હતું તે હવે ૮.૬૮ લાખ મેટ્રીક ટને પહોંચી જતાં ર૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશે ટોચ થ્રીમાં સ્થાન મેળવ્યું છે નિષ્ણાંતોના મતે કમોસમી વરસાદ અને અસાધારણ વાતાવરણને લઇ મસાલા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જો પ લાખ હેકટર જમીનમાં જ વાવણી થઇ હતી. ગુજરાતમાં આદુ, મરચા, હળવદ, લસણ, ઘાણાં, મેથી, જીરુનું ઉત્૫ાદન થાય છે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મસાલા ઉત્પાદન માટેની પરિસ્થિત, વાતાવરણ માફક ન હતું. ભારત કૃષિપ્રધાન દેશ છે જે મોસમ પર નિર્ધારીત રહે છે.

આ વખતે શિયાળો સમયસર થયો ન હતો અને આ વર્ષે પાણીની પણ અછત જોવા મળી હતી રહી છે. સાથે જ કમોસમી વરસાદથી મસાલા ઉત્પાદનને ફટકો પડયો છે. ઉન્પાદન અમુક મસાલામાં જ ઘટયું છે અને જીરુનું ઉત્૫ાદન આ વર્ષે વધુ થયું છે. ગત વર્ષે ૬૦ કિલોના ૫૭ લાખ જીરુના બેગનું ઉત્૫ાદન થયુ: તો આ વર્ષે ૮૫ લાખે પહોચ્યું છે. શાહે જણાવ્યું કે ફળ, શાકભાજી, ફુલ અને મસાલાનું ૨૦૧૭-૧૮ નું ઉત્પાદન ૧૬.૧૦ લાખ હેકટરમાં વધુ હતું.

જે આંકડો ૨૦૧૬-૧૭ માં ૧૬.૨૨ લાખ હેકટરનો હતો અધિકારીએ જણાવ્યું કે વિવિધ વાવણીઓનું ઉત્પાદન ૨૩૪.૦૨ લાખ મેટ્રીક ટન રહ્યું હતું. ડેટાના આધારે ફળોનું ઉત્પાદન ૪.૧૧ લાખ હેકટરમાં થયુ અને જે ૮૯.૩૭ લાખ મેટ્રીન ટન રહ્યું હતું ત્યારે શાકભાજીનું ઉત્પાદન ૧૩૧.૬૧ લાખ મેટ્રીક ટન થયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.