Abtak Media Google News

ગુજરાતના IAS અધિકારીને ત્યાં IT અથવા EDદ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જીએડી માં ફરજ બજાવતા જોઈન્ટ સેક્રેટરી કંકિપતિ રાજેશ (K. Rajesh, IAS) ને ત્યાં આવક કરતાં વધુ સંપત્તિ હોય તેવા અહેવાલો આવ્યા છે.તે સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર હતા.તેઓ હાલ રાજ્યના સામાન્ય વહીવટમાં ફરજ બજાવે છે.તેના પર બંદુક લાયસન્સમાં ગેરરીતિનો આરોપ હતો. દિલ્હી CBI માં FIR થયા બાદ મોડી રાત્રે ઓપરેશન ચાલુ થયું હતું. IAS રાજેશના વતનમાં પણ તપાસ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. IAS રાજેશના અન્ય પ્રકરણોની પણ તપાસ થઈ રહી છે.

IAS ઓફીસર કે.રાજેશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા,તે દરોડામાં મોટો ખુલાસો થયો છે. IAS ઓફીસરના અંગત માણસની CBIએ ધરપકડ કરી છે. રફીક મેમણએ IAS રાજેશનો વિશ્વાસુ વ્યક્તિ હતો. રફીક મેમણએ મોટા પાયે લાંચ લેતો હોય તેવો આરોપ લગાડવામાં આવ્યો છે. રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હતો તેવી માહિતી મળી હોવાથી હાલ ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. રાજેશનું નિવાસસ્થાન સુરેન્દ્રનગરમાં જમીન ડીલમાં સરકારી જમીનનું પ્રાઈવેટીકરણ કરી વહેચણી કરવાનો પણ આરોપ છે. રાજેશનું નિવાસસ્થાન રાજામુંદ્રીમાં(આંધ્રપ્રદેશમાં) CBI ત્રાટક્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.