Abtak Media Google News

ગુજરાતમાં શિક્ષણ પહેલાંથી જ સેલ્ફ ફાઇનાન્સને હવાલે થઈ ચૂક્યું છે. આ વર્ષે પણ સરકારે કુલ બજેટમાં શિક્ષણ માટેના બજેટમાં કાપ મુકાયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં શિક્ષણ માટે કુલ બજેટના ૧૪.૨૪ ટકા બજેટ ફાળવાયું હતું. જે વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટીને ૭.૫૪ ટકાએ પહોંચ્યું છે. આમ, રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ પાછળ ખર્ચ કરનારા દેશના ૧૮ મોટા રાજ્યોમાં ગુજરાતનો ક્રમ ૧૪ વર્ષ ૨૦૧૭-૧૮માં રહ્યો છે.

પ્રારંભિક શિક્ષણ એ સરકારની જવાબદારી હોવા છતાંયે વર્ષ ૧૮-૧૯ની સરખામણીએ નાણાકીય જોગવાઈમાં ૧.૬૩ ટકાનો ઘટાડો થયો છે. યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફંડ ફાળવણીમાં પણ ૩.૯૪ ટકા જેટલો જંગી ઘટાડો સરકારે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.