Abtak Media Google News

 

જાન્યુઆરી 2022માં જીએસટીની કુલ આવક 8676 કરોડે પહોંચી જે ગત વર્ષની સરખામણીમાં ખુબજ વધુ છે

અબતક, અમદાવાદ

કોરોના ની વિકટ પરિસ્થિતિ માં પણ તેથી જીએસટીની આવકમાં ઉતરોતર વધારો જોવા મળ્યો છે એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં ગુજરાત રાજ્યની સ્ટેટ જીએસટીની આવક ટનાટન જોવા મળી રહી છે. એટલુંજ નહીં સરકાર દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તેમાં એવા સ્પષ્ટ છે કે જાન્યુઆરી માસમાં 27 ટકાનો વધારો નોંધાયો છે. એ ઉદ્યોગ પતિઓ નું માનવું છે કે સરકારની નીતિની સાથોસાથ જે રીતે કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે તેના કારણે ઘણાં ફાયદાઓ ઉદ્યોગોને પહોંચ્યા છે અને સમયાંતરે જે આવક વધારવી જોઈએ તેમાં વધારો પણ થયો છે.

આગામી સમયમાં પણ સ્ટેટ એસટીની આવકમાં વધારો જોવા મળશે. બીજી તરફ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યના જીએસટી ની આવક 8616 કરોડે પહોંચી છે જે ગત જાન્યુઆરી માસની સરખામણીમાં ૧૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો. પ્રવર્તિત સમયમાં ગત વર્ષે સ્ટેટ જીએસટીની આવક 7336 કરોડ નોંધાયું હતું. ઘણા ઉદ્યોગો ની સ્થિતિ સુધારા પર જોવા મળી છે, સામે કેમિકલ પ્લાસ્ટિક સિમેન્ટ સહિતના ઉદ્યોગોમાં સ્થિતિ નબળી હોવાના કારણે જીએસટીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

સરકાર દ્વારા જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેમાં ઉદ્યોગોને સારી વ્યવસ્થા મળી રહે તે માટે અનેકવિધ પ્રકારે માગણી પણ કરવામાં આવેલી છે તેને અનુસરી સરકારે બજેટમાં આ મુદ્દે અનેકવિધ સુધારણાઓ પણ કર્યા છે. અત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ આગામી સમયમાં સ્ટેટ જીએસટીની આવકમાં સતત વધારો જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.