Abtak Media Google News

મનોવૈજ્ઞાનિક સંશોધક બદલ એવોર્ડ પ્રાપ્ત કરી ડો. વિદિતા વૈદ્યે ગુજરાતનું વધાર્યુ ગૌરવ

રાજકોટના પ્રતિભાવંત પુત્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. વિદિતા અશોકભાઇ વૈદ્યને ઇન્ફોસીસ દ્વારા 1 લાખ ડોલરના સંશોધન પુરસ્કારથી સન્માનીત કરવામાં આવતા ગુજરાત અને રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.

લોક વિજ્ઞાન કેન્દ્રના એક વિભાગના ઉદઘાટક અને શુભેચ્છક ડો. અશોકભાઇ વૈદ્યના પુત્રી ડો. વિદિતા વૈદ્ય જે હાલમાં ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં કાર્ય કરી રહ્યા છે. તેમણે માણસના મુડ ઉપર જૈવિક રસાયણોની મગજ પર થતી અનેક વિધ અસરો પર અભ્યાસ કરીને ડિપ્રેશન ગુસ્સો, બેચેની, ઝડપથી બદલાતા મનોભાવ ઉપર મગજની પ્રક્રિયામાં સિરેટોનીન દ્રવ્યને લગતા ન્યુરો રીસેસ્ટર ભાગ ભજવે છે તે અંગે કામ કર્યુ. ડો. વિદિતા નાની વયે વૈશ્ર્વિક કક્ષાના ન્યુરો સાયન્ટીસ્ટ છે તેમને આ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ સંશોધન માટે એક લાખ ડોલર (આશરે 80 લાખ રૂપિયા)  નો ઇન્ફોસીસ એવોર્ડે આપવામાં આવ્યો હતો.

ડો. વિદિતા વૈદ્ય રાજકોટના એક સમયના અપક્ષ ધારાસભ્ય અને પત્રકાર તરીકે જાણીતા સ્વ. બાબુભાઇ માયારામ વૈદ્યના પુત્ર અને પ્રાચીન આયુર્વેદ તેમજ અર્વાચીન મેડિસીન સંશોધન કરતા અને ભારતીય વિદ્યાભવનના નિયામક ડો. અશોક બાબુભાઇ વૈદ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ ઇન્ડોફાઇનોલોજીસ્ટ અને ગાયનેકલોજિસ્ટ ડો. રમાબેન વૈદ્યની પુત્રી છે.

સ્વીડન, ઓકસફર્ડ તેમજ અમેરિકામાં યેલ વિઘાલય માં ડો. વિદિતાએ વર્ષો સુધી સંશોધન કરી ડોકટરની પદવી મેળવી તેમને કરેલા સંશોધન માટે તેમને શાંતિ સ્વરુપ ભટનાગર (પાંચ લાખ રૂપિયા) એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ 4પ વર્ષના નીચેના પ્રખર વૈજ્ઞાનિક ને આપવામાં આવે છે. હવે તેમને ઇન્ફોસી દ્વારા એક લાખ ડોલરનો એવોર્ડ તેમણે કરેલા મનોવૈજ્ઞાનીક સંશોધન બદલ એનાયત થઇ રહ્યો છે જે ગુજરાત અને ખાસ કરીને રાજકોટનું ગૌરવનું પ્રતિક બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.