Abtak Media Google News

નવી દિલ્હીમાં ફૂડ સેફ્ટી મુદ્દે ગુજરાતને શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હાથે એનાયત

“અન્ન એવું મન”… ખોરાક અને આહાર માનવ માનવ સમાજ અને આરોગ્યની જાળવણી માટે ખૂબ જ મહત્વનું છે ગુજરાતનો સમગ્ર વિશ્વમાં એક આગવો દબદબો છે તેનું એક કારણ આહારમાં શુદ્ધતા પણ ગણવામાં આવે છે, ગુજરાતી ભોજન રસોઈ અને ખાણીપીણી પોષણ સ્વાદ સોડમ અને શુદ્ધતા માં પરિપૂર્ણ માનવામાં આવે છે.

ત્યારે “ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા”દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં વર્ષ 2019 માં ગુજરાત ફૂડ સેફ્ટીના મનાંક મા સૌથી વધારે 72% સાથે ગુજરાત નંબર રહેવા પામ્યું છે મંગળવારે જાહેર કરાયેલા આ સર્વેમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને રાજ્યના આરોગ્ય વિભાગને આ ઉપલબ્ધિ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા

સમગ્ર દેશમાં ખોરાકની ગુણવત્તા, તેની ચકાસણી, લેબોરેટરી, આંતરમાળખાકીય સુવિધાઓ, ખોરાક માટે ના માનાંક, પરવાના નોંધણી અને  જાહેર ખોરાક અને ખાણીપીણી માં ચોકસાઈ નું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધુ છે કુલ ૭૨ માર્ક ગુજરાત પ્રાપ્ત થવા પામ્યા છે.

ફૂડ સેફ્ટીસ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતને પ્રથમ નંબર આપ્યો હતો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં આ પ્રમાણપત્ર ગુજરાતને એનાયત કર્યું હતુંસમગ્ર દેશમાં ગુજરાતમાં ખોરાક ની ગુણવત્તા અને સુરક્ષા આ સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે ગુજરાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.