Abtak Media Google News

રાજયમાંદુષ્કાળની પરિસ્થિતિનો તાગ મેળવવા આવેલી કેન્દ્ર સરકારની ટીમ પાસે રાજય સરકારે વિવિધ રાહત કાર્યોમાં મદદરૂપ થવા કરેલી માંગને યોગ્ય પ્રતિસાદ

ચાલુ વર્ષે રાજયના અનેક વિસ્તારોમાં અપૂરતો વરસાદ પડયો છે. જેનાકારણે અછતની સ્થિતિ ઉભી થવા પામી છે. આ અછતની પરિસ્થિતિનો કયાસ મેળવવા માટે કેન્દ્ર સરકારની એક ટીમે તાજેતરમાં રાજયના અનેક અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી આ ટીમને ગઈકાલે ગાંધીનગરમાં રાજયના વરિષ્ઠ સચિવો સાથેની બેઠક કરી હતી.જેમાં રાજય સરકારે દુષ્કાળની પરિસ્થિતિ સામે રાહત કાર્યો શરૂ કરવા રૂ ૧,૭૨૫ કરોડ રૂ.નીસહાય આપવા માંગ કરી હતી જે અંગે કેન્દ્રની ટીમે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવામળ્યું છે.

Advertisement

રાજયમાં અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા આવેલી કેન્દ્ર સરકારનીટીમે કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી જે બાદ ગઈકાલે ગાંધીનગરમાં રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ તથા મહત્વના સચિવો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં રાજય સરકારે વર્તમાન અછતની સ્થિતિ માટે વિવિધ રાહત કાર્યો શરૂ કરવા કેન્દ્ર સરકારની મદદની માંગ કરી હતી.

આ અંગેની વિગત આપતા રાજયના વરિષ્ઠ સચિવ પંકજકુમારે જણાવ્યુંહતુ કે રાજયનાં ૫૧ તાલુકાના ૩,૩૬૭ ગામોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્છે.આ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડુતોને આર્થિક મદદ કરવા, લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવા, ગૌ માતા સહિતના પશુધન માટે રાહ્ત શિબિરો ખોલવા,ગૌશાળાઓને આર્થિક સહાય કરવા, અછતગ્રસ્ત વિસ્તારોમાંઘાસચારો પહોચાડવા વગેરે કામો માટે રૂ.૨,૯૦૨ કરોડની જરૂર પડે તેમ છે.

હાલમાં રાજય સરકાર પાસે રહેલા અાપતકાલીન ફંડની સ્થિતિ જોતા આઅછત રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર પાસે ૧,૭૨૫ કરોડ ‚રૂ.ની જરૂર પડે તેમ છે. તેમ જણાવીને પંકજ કુમારે ઉમેર્યું હતુ કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ ને આપણી જરૂરીયાત અંગેની માહિતી આપી દેવામાં આવી છે. કેન્દ્રના આ પ્રતિનિધિઓએ પણ આ રકમ તુરંત રાજયને મળી રહે તે માટે યોગ્ય પ્રતિભાવ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.