Abtak Media Google News

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સનું ‘શસ્ત્ર’ તેની બોલિંગ !!!

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુજરાતના બોલર્સની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી. ઓપનિંગ જોડીમાં યશસ્વી જયસ્વાલ 14 રન બનાવી આઉટ થયો હતો જ્યારે બટલર આઠ રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સંજૂ સેમસને ટીમ માટે સૌથી વધારે 30 રનની ઈનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિક્કલ 12 રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે 69 રનમાં પોતાની પાંચ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રાજસ્થાનની ટીમ 17.5 ઓવરમાં 118 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી.

ગુજરાત માટે રાશિદ ખાને ત્રણ તથા નૂર અહેમદે બે વિકેટ ઝડપી હતી. જ્યારે શમી, હાર્દિક પંડ્યાઅ અને જોશુઆ લિટલને એક-એક સફળતા મળી હતી.ગુજરાત ટાઈટન્સ સામે 119 રનનો આસાન લક્ષ્યાંક હતો જેને શુભમન ગિલ, રિદ્ધિમાન સહા અને કેપ્ટન હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગે વધારે આસાન બનાવી દીધો હતો. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને 9.4 ઓવરમાં 71 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ  36 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સહાએ 41 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હાર્દિક પડ્યાએ 15 બોલમાં 39 રનની આક્રમક અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં હાલ ગુજરાત ટાઇટન પોઇન્ટ ટેબલમાં પણ મોખરે છે અને આ વખતે બોલિંગ તેનું સૌથી મોટું શસ્ત્ર થયું છે કારણ કે રાશિદ ખાનની સાથો સાથ નૂર અહેમદ હાર્દિક પંડ્યા અને લીટલ જેવા યુવા બોલરો ટીમને કોઈપણ સમયે વિકેટ અપાવી વિરોધીઓને પછડાટ આપવામાં સક્ષમ છે અને તેનું ઉત્તમ ઉદાહરણ જ રાજસ્થાન રોયલ્સની ટીમનું છે. આગામી મેચોમાં ગુજરાત ટાઇટન્સને હરાવવું ખૂબ જ મુશ્કેલ સાબિત થશે અને ગુજરાત ટાઇટન્સ પણ ટાઈટલ જીતવા માટે હાલ સૌથી ટીમ તરીકે પણ પ્રસ્થાપિત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.