Abtak Media Google News

ઓપનિંગ બેટ્સમેન રિદ્ધિમન સહા અને શુભમન ગીલની તોફાની ઇનિંગની સાથે બોલરોની ચુસ્ત બોલિંગના પગલે લખનવની 56 રને હાર

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16 મી સીઝન ના લીગ મેચ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે ત્યારે ડબલ હેડર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ નો મેચ લખનવ સામે રમાયો હતો જેમાં ગુજરાતે લખનવ ના નવાબોને 56 રમે માતા આપી ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ તરફથી બંને ઓપનિંગ બેટ્સમેનઓએ ટીમને મજબૂતી આપી હતી અને 227 નો જંગી સ્કોર ખડકી દીધો હતો જેને પહોંચી વળવા લખનવની ટીમ ઉણી ઉતરી હતી.

ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતના ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ પાર્ટનરશિપમાં 12.1 ઓવર સુધી 142 રન ફટકાર્યા હતા. આખી મેચ દરમિયાન સાહાએ 43 બોલમાં 81 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગીલે પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. શુભમન ગીલ માત્ર 6 રનથી સદી ચૂક્યો હતો. ગિલે 51 બોલમાં 94 રનની ઈનિંગ રમી હતી. આ બંનેની બેટિંગને કારણે ગુજરાતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 227 રન ફટકાર્યા હતા. આ સ્કોર આઇપીએલ 2023માં ગુજરાતનો સૌથી મોટો સ્કોર છે.

228 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી હતી. કેએલ રાહુલની ગેરહાજરીમાં ક્વિન્ટન ડિકોકે કાયલ માયર્સ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. ડિકોક અને કાઈલ માયરર્સે તેનો ભરપૂર ઉપયોગ કર્યો અને પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.  એકપણ વિકેટ ગુમાવ્યા વિના પાવરપ્લેમાં 72 રન ફટકાર્યા હતા. મ્યર્સના આઉટ થયા બાદ લખનૌની રનની ગતિ બંધ થઈ ગઈ અને ટીમે આગામી 4 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા. આ દરમિયાન ડિકોકે તેના 50 રન પૂરા કર્યા. જો કે, લખનૌ ઓછા રન રેટને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ટીમ મેચ હારી ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.