Abtak Media Google News

સાહિત્યજગતના શિરમોર ચંદ્રકાન્ત બક્ષીની આજે 15મી પુણ્યતીથી

આપણા ગુજરાતી સાહિત્ય જગતના શિરમોર સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષી 20-8-1932થી 25-3-2006 દરમિયાન આ પુથ્વી ગૃહની મુલાકાત લઇ આપણી વચ્ચે પસાર થયાને પંદરએ પણ તેમનું ગુજરાત અને મહાજાતિ ગુજરાતી માટેનું તેમનું સખત અને સતત ચિંતન આજે પણ સાંપ્રત છે.

એક સાહિત્યકાર પોતાની મેધઘનુષી વિચારસરણી દ્વારા પ્રજા જીવનને સ્પર્શતા પ્રાણ પ્રશ્ર્નો પણ ઉકેલી શકે છે તેમાં બક્ષી એક અને અજોડ રહ્યા છે.

તેઓ તેમના લેખો દ્વારા સતત ઝુંબેશ ચલાવતા કે કચ્છને પોતાની અલગ યુનિ. હોવી જોઇએ અને તેનું નામ ઓકસટ્રોર્ડ યુનિ. માંથી પ્રથમ એન.એ. થનાર ભારતીય, પ્રથમ બેરીસ્ટર અને લંડનની ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપ્ના કરનાર તથા ભારતીય કાંતિકારીઓના પિતામહ શ્યામજી કૃષ્ણ વર્માના નામ સાથે જોડવું જોઇએ.

(થોડા વર્ષો પહેલા કચ્છ યુનિવર્સિટી તથા તેનું નામ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી રાજય સરકાર દ્વારા જાહેર કરેલ છે.

અમદાવાદની સાબરમતિ નદીને વર્ષભર પાણીથી છલગવીને અમદાવાદમાં શામે અવધની રોશની લાવી શકાય.

(અમદાવાદનો રીવરફન્ટ પ્રોજેકટએ બક્ષીનો આઇડીયા હતો અને આજે શાર્મ અવધ-શાર્મ અમદાવાદની રંગીની લોકો માણી શકે છે)

વિશ્ર્વભરમાં ગુજરાતીઓ પથરાયેલા છે ત્યારે અમદાવાદ કે સુરત કે વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું જોઇએ.

(આજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે)

દેશને 70 ટકા મીઠું ગુજરાત પુરુ પાડે પણ તેની હેડ ઓફીસ જયપુર શા માટે?

(કેટલાક વર્ષો પહેલા સોલ્ટ કમીશ્ર્નર કચેરી, જયપુરથી શીરૂટ થઇ ગાંધીનગર આવેલ)

વિશ્ર્વમાં કયાંય નવ દિવસનો ડાન્સ રૂેસ્ટીવલ નથી.

ગુજરાત આપણી નવરાત્રી પતંગ મહોત્સવ તથા કચ્છના સફેદ રણનો રણોત્સવનો આંતરરાષ્ટ્રિય પ્રચાર કરી વિશ્ર્વને ગુજરાતી કલ્ચરનો પરિચય કરાવ્યો છે.

(રાજય સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવ/ પતંગ મહોત્સવ તથા કચ્છના રણોત્સવની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થઇ રહેલ છે.)

તેઓને અફસોસ હતો કે આપણે કનૈયાલાલ મુન્સીની કદર કરીશકયા નહીં, મુન્સી બંગળામાં હોત તો ‘ટોગોર’ બન્યા હોત, ધ્યાનંદ સરસ્વતીને ઉતર ભારત અને પંજાબે દેવતા બનાવી દીધા.. આપણે કયા?

આપણા પ્રેમચંદ રાયચંદે મુંબઇના સર્જનમાં ખૂબ સંગીત ફાળો આપ્યો ગુજરાત બે ખબર!!

પોણા બસો વર્ષો સુધી અંગ્રેજી ગર્વનર નિમાતા રહ્યા પરંતુ પહેલા હિન્દી ગવર્નર ઓરીસ્સા માટે નિમાયેલા ચંદ્રલાલ ત્રિવેદી વિશે કેટલા ગુજરાતીઓ જાણે છે? ટેલીવીઝન તંત્રના સવોચ્ય સ્થાને બિરાજેલ ગીજુભાઇ વ્યાસનું આપણે સર્જન જાળવી શકયા?

તેઓના મતે હજીપણ એરંડાનું સૌથી મોટું ઉત્પાદક રાજય ગુજરાત છે. તેનું ભાભરનામનું ગામડું વિશ્ર્વની એરંડા બજારને અંકુશમાં રાખી શકે એટલું શક્તિશાળી માનવામાં આવે છેે તેનો વિકાસ થવો જોઇએ.

સુરત પાસે એક સીંગાપુર જેવુ પોર્ટ બાંધી શકાય, સૌરાષ્ટ્રમાં એક આર્ટીલરી સેન્ટર સ્થાપી શકાય, દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારા ઉપર ગોવા જેવું એક પ્રવાસી સ્વર્ગ બનાવી શકાય. આવા એક ઉંચા ગજાના સાવિયકાર જેમના હૈયે સતત ગુજરાત અને ગુજરાતીનું હીત હંમેશા કેન્દ્ર સ્થાને રહેણું તેવા ચંદ્રકાના બક્ષીની આજે 25 માર્ચના પંદરમી પુણ્યતિથિએ આવો સહુ સાથે મળી તેમના સ્વપ્તનું ગુજરાત બનાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.