Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ આયોજીત ૩જી એન્યુઅલ લિડરશિપ સમિટને સંબોધન

ગુજરાતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીનો USની પ્રતિષ્ઠિત કંપનીઓના ગ્લોબલ CEO, પ્રેસિડેન્ટ અને ચેરમેન સાથે સંવાદ

ગુજરાત સમગ્ર વિશ્વમાં વિદેશ રોકાણના ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાતમાં વધુને વધુ વિદેશ રોકાણને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાતના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં તાજેતરમાં નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ એટલે કે ઇન્વેસ્ટ ફ્રેન્ડલી નીતિ જાહેર કરી છે, જેના પરિણામે આજે ગુજરાત સમગ્ર દેશમાં રોકાણમાં અગ્રેસર રાજ્ય છે. ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે.

Advertisement

જેના ભાગરૂપે આજે સાંજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ થકી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ ફોરમ દ્વારા આયોજિત ૩જી એન્યુઅલ લિડરશિપ સમિટને સંબોધન કરશે.

મુખ્યમંત્રી ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન : ગુજરાત અંતર્ગત અમેરિકાના રોકાણકારો ગુજરાતમાં વધુને વધુ રોકાણ કરે તેને પ્રોત્સાહિત કરવા USના પ્રતિષ્ઠિત કંપનીઓના ગ્લોબલ CEO, પ્રેસિડેન્ટ અને ચેરમેન સાથે સંવાદ યોજશે.

આ ગ્લોબલ સંવાદમાં મુખ્યત્વે માસ્ટર કાર્ડ, બેંક ઓફ અમેરિકા, ફેડેક્સ કોર્પોરેશન, ડેલ ઇએમસી, બોઇંગ, મેરિયોટ ઇન્ટરનેશનલ, ધ એશિયા ગૃપ, બેંક ઓફ વેસ્ટ એન્ડ બેંક વેસ્ટ, એમરસન, સિસ્કો, કોલંબિયા યુનિવર્સિટી, પેપ્સિકો, જોહસન કંટ્રોલ અને મહેન્દ્ર ગૃપ જેવી વિવિધ  ગ્લોબલ કંપનીઓના CEO, ચેરમેન, MD અને સ્થાપક ભાગ લેશે.

ઇન્વેસ્ટ ડેસ્ટિનેશન: ગુજરાત, સંવાદમાં રેન્યુપાવરના ચેરમેન- MD સુમંત સિંહા, વેસ્ટ રોકના MD અને કંન્ટ્રી હેડ રાકેશ ત્રિપાઠી, સિસ્કોના સ્થાપક અને USISPFના ચેરમેન ઝોન ચેમ્બર્સ, USISPFના CEO અને પ્રમુખ ડો. મુકેશ અગહિ તેમજ થોમસન રિટર્સ, ધ ઇકોનોમી ટાઇમ્સ, ધ પ્રિન્ટ, ઝી મીડીયા, બ્લુમબર્ગ ન્યુઝ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ, ઇનસાઇડ યુએસ ટ્રેડ, ઙઝઈં, ઇન્ડિયા ટુડે, દિયા ટીવી, હિન્દુસ્તાન ટાઇમ્સ, મિન્ટ અને ઈગગ ગયૂત જેવા મીડિયા જગતના પ્રતિનિધિઓ  સહિત વિવિધ પ્રતિષ્ઠિત કંપનીના રોકાણકારો જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.