Abtak Media Google News

આ મહિલા સંસ્કાર કેન્દ્ર બહેનોના આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરશે

મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને દ્રોણેશ્વર ગુરુકુલની નજીક ઈંટવાયા ગામે, જ્યાં  સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ  ધર્મજીવનદાસજી સ્વામીએ  સ્વામિનારાયણ મંદિર બંધાવ્યુ હતું. તે મંદિરની બાજુમાં જ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે એસજીવીપી મહિલા સંસ્કાર કેન્દ્રની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. શિલાન્યાસ વિધિ એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના રામપ્રિયજીએ વૈદિક વિધિ સો કરાવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે આ નાઘેર પ્રદેશ ખુબજ ભાગ્યશાળી છે કે જ્યાં નંદ સંતોએ પગપાળા વિચરણ કરેલ છે. આ ઈંટવાયા, ફાટસર, વડવીયાળા વગેરે ગામમાં ભાઈઓનો સત્સંગ તો છે જ પણ બહેનોનો સત્સંગ વધારે છે.અહીની દીકરીઓ જ્યાં-જ્યાં ગઈ ત્યાં સત્સંગનો કરિયાવર લઈને ગઇ છે.

આ વિસ્તારમાં સાંખ્યયોગી બહેનો સારો સત્સંગ કરાવી રહ્યા છે. આ મહિલા સંસ્કાર કેન્દ્ર બહેનોના આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરશે. આ બાજુમાં દ્રોણેશ્વર કન્યા ગુરુકુલ છે,એસજીવીપી મહિલા સંસ્કાર કેન્દ્ર એની શાખા છે આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉપસ્તિ હરિભક્તોને તન,મન અને ધની સેવા કરવાનો અનુરોધ કર્યો હતો. અંતમાં પાંચ કુમારિકાઓએ પણ શિલાન્યાસ કર્યો હતો. આ એસજીવીપી મહિલા સંસ્કાર કેન્દ્રના મુખ્ય દાતા મૂળ કચ્છના અને હાલ આફ્રિકા નાઇરોબી નિવાસી શ્રીમતી ધનબાઈ કાનજીભાઈ વરસાણી રહેલ છે. આ પ્રસંગે દુધાળા સાખ્યયોગી ભાનુ બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.