Abtak Media Google News

ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 14મી જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ જીએસઈબીએ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન હતી.

Advertisement

શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક જે.જી. પંડ્યાએ બોર્ડની કહ્યું કે, કે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માગતા એ,બી અને એબી ગ્રૂપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચના બોર્ડની વેબસાઈટwww. gseb.org પર મુકવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા ફી રૂ.300 ઓનલાઈન એસબીઆઈની કોઈપણ બ્રાન્ચમાં ભરી શકાશે.

ગુજરાત બોર્ડ દ્વારા સરકારની સૂચનાથી રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયુ છે અને જેમાં ફરી એકવાર મુદત વધારાઈ છે.અગાઉ નિયત મુદત 30મીથી વધારી 4 જુલાઈ કરાઈ હતી જે આ પૂર્ણ થઈ જનાર હતી પરંતુ બોર્ડે ફરી એકવાર મુદત વધારી 14મી જુલાઈ સુધી કરી દીધી છે.

નીટ ,જેઈઈ મેઈન અને ગુજકેટ સહિતની પરીક્ષાઓ ઓગસ્ટમાં લેવામા આવનાર છે પરંતુ ઓગસ્ટમાં જો ત્રીજી લહેર શરૂ થાય તો પરીક્ષાઓ  લેવાશે કે કેમ અને રજિસ્ટ્રેશન ક્યારે શરૂ કરાશે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આ વર્ષે ધો.12ની બોર્ડ પરીક્ષાઓ રદ થતા જેઈઈ મેઈન,નીટ અને ગુજકેટ  સહિતની પરીક્ષાઓ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્પર્ધાત્મક રીતે ટકી રહેવા ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.