Abtak Media Google News

વીજ કંપનીની રેવન્યુમાં ૪ ગણો વધારો છતાં પગાર સુધારણામાં અન્યાય: સ્ટાફ સેટઅપ પણ ઓછું: અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાયા

છેલ્લા ઘણા સમય થી જીયુવીએન્એલની નીતિ સામે જીઈબી્ એન્જિનિયર્સ એસોશિયેશન દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જીબિઆએ અગાઉ જીયુવીએનએલ સામે વિરોધ કાર્યક્રમો આપ્યા છે અને આગામી દિવસોમાં હજુ આક્રમક કાર્યક્રમો આપવા જઈ રહ્યું છે.

જીબીઆના જનરલ સેક્રેટરી બિપીન શાહના જણાવ્યા મુજબ વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓની મહેનતના પરિણામરૂપે વીજકંપનીની રેવન્યુમાં ચાર ગણો વધારો થયો છે છતા તેઓની સાથે પગાર સુધારણા મુદ્દે અન્ય કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત વીજ કંપનીમાં ખાલી પડેલી પડેલી જગ્યાઓ પણ ભરવામાં આવતી નથી.

વધુમાં બીપીનભાઈ શાહે ઉમેર્યું હતું કે,ગુજરાત રાજ્ય ઉર્જા ક્ષેત્રે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. છેલ્લા ૧૦-૧૫ વર્ષોમાં રાજયમાં ઉર્જા ક્ષેત્રે ઘણો જ વિકાસ થયેલ છે. જે વિકાસમાં રાજ્ય સરકારની નિતીઓ અને ઈજનેરો તેમજ અધીકારીઓનો સિંહ ફાંળો રહેલો છે. વર્ષ ૨૦૦૫ની સરખામણીએ વર્ષ ૨૦૧૮ સુધીમાં વીજ ક્ષેત્રે બમણાથી  વધુ વિકાસ નોંધાયેલ છે. વર્ષ ૨૦૦૫માં ગુજરાત રાજ્ય વીજળી ઉત્પાદન ક્ષેત્રે પરાવલંબીત હતું. પરંતુ ત્યારબાદ નવા પાવર જનરેશન મથકો ઊભા કરવા, હયાત થર્મલ અને ગેસ પાવર સ્ટેશનોમાં સુધારણા કરવા તેમજ વિવિધ યોજનાઓ જેવી કે સોલાર પાવર, વિન્ડ પાવર, બાયોમાસ પાવર ઉત્પાદન ના કારણે આજે રાજ્યની વીજળી ઉત્પાદન શક્તિ અંદાજે ૧૪૦૦૦ મેગાવોટ થી વધીને ૨૭૦૦૦ મેગાવોટ થવા પામેલ છે. જેના કારણે રાજ્ય વીજળી ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. સરપલ્સ રાજ્ય બનેલ છે.

રાજ્યના ૩૩ જીલ્લાઓ અને ૨૪૮ તાલુકાઓમાં વીજ વિતરણ માટેની ૧૧ કેવી લાઈનો અને હળવા દબાણ ની એલટી લાઈનો વધીને વર્ષ ૨૦૧૭માં ૭,૩૫,૫૩૫ કી.મી. તેમજ ટ્રાન્સફોર્મર ની સંખ્યા ૧૪,૨૩.૦૦૦ થયેલ છે. ૧૧ કેવી વીજ ફીડરોની સંખ્યા વધીને ૧૮૦૦૦ જેટલી થવા જાય છે. તેમજ ગ્રાહકોની સંખ્યા વર્ષ ૨૦૦૫માં ૮૨,૦૦.૦૦૦ માંથી વધીને વર્ષ ૨૦૧૭માં ૧,૩૫,૦૦,૦૦૦ જેટલો વધારો થયેલ છે. સાથોસાથ રાજ્યની જીથુવીએનએલ કંપનીની રેવન્યુ વર્ષ ૨૦૦૫ રૂધીયા ૯,૯૮૫ કરોડ થી વધીને વર્ષ ૨૦૧૭ સુધીમાં રૂપીયા ૪૦,૩૭૦ કરોડ જેટલી થવા પામેલ છે.

આમ છેલ્લા દસ બાર વર્ષમાં રેવન્યુમાં ૪ ગણો વધારો થયેલ છે. વીજકંપનીના વિકાસમાં કર્મચારીઓ અને અધિકારીઓ નો સિંહફાળો રહ્યો છે.અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં જીયુવીએનએલ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેથી જીબીઆને નાછૂટકે લડતનો માર્ગ અપનાવવો પડ્યો છે.જેથી આગામી આંદોલનથી ગ્રાહકોને મુશ્કેલી પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીયુવીએનએલની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.