Abtak Media Google News

વર્ષ-1999માં માત્ર 30 વિદ્યાર્થીઓ અને 1 ડીગ્રી કોર્ષથી શરૂ થયેલ વણથંભી સફર આજે આશરે 4500 વિદ્યાર્થીઓ અને 27+ કોર્ષ જેમાં દર વર્ષે 3700 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરે છે

રાજકોટ સ્થિત શ્રી એચ. એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજ એ આજે સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં એક આદરપૂર્ણ સ્થાન ધરાવે છે. ઇ.સ. 1999માં માત્ર 30 વિદ્યાર્થીઓ અને 1 ડીગ્રી કોર્ષથી શરૂ થયેલ વણથંભી સફર આજે આશરે 4500 વિદ્યાર્થીઓ અને 27+ કોર્ષ જેમાં માસ્ટર, યુજી અને પીજી કોર્ષ સુધી પહોંચી છે. દર વર્ષે 3700 જેટલાં વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન અહીં આ કોલેજના માઘ્યમથી પૂર્ણ કરે છે.

Advertisement

G.T.U. સાથે સંલગ્નતા ધરાવતી અને MBA, M.Pharm કે B.Pharm ના કોર્ષમાં સમગ્ર ગુજરાતમા HNS ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી TOP-10માં અચૂક પણે સ્થાન મેળવીને કોલેજને ગૌરવવંતી રાખે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્નતા ધરાવતા કોર્ષ જેવા કે BCA, BBA, B.COM, B.ED, B.Sc. (IT  CA), B.SC., BA, M.COM, M.Sc. (IT & CA), PGDCA અત્યંત યુનિવર્સિટીના TOP-10 વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરવાની ગૌરવશાળી પરંપરા કોલેજના વિદ્યાર્થીઓએ કાયમ જ રાખી છે.

આજે કોલેજ પાસે રાજકોટ શહેરની મધ્યમાં જ તેના કોલેજ બિલ્ડીંગો સ્થિત છે તેમજ સૌરાષ્ટ્રનું વિશાલતમ આશરે 50 એકરમાં ફેલાયેલ કેમ્પસ છે. વિદ્યાર્થીઓની સતત સફળતાનો યશ જાય છે. આ કોલેજના કાબેલ, અનુભવી તેમજ તજજ્ઞ શિક્ષકગણને જેઓ અહીંના વિદ્યાર્થીઓ સાથે એક પરિવાર જેવો વ્યવહાર કરીને એક સુંદર શૈક્ષણિક માહોલ ઉભો કર્યો છે.

માત્ર શૈક્ષણિક પ્રવૃતિ જ નહીં પરંતુ શિક્ષણ કરતાં પણ વધુ મહત્વ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓને અપાય છે. આથી જ અહીંયા ભણતો વિદ્યાર્થી તેના પોતાનામાં રહેલાં કૌશલ્યને પારખીને તેનો વિકાસ કરીને વાસ્તવિક જીવનમાં સફળતાં મેળવે છે.

આ વર્ષથી સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોર્ષ જેવા કે BPES, BBA સ્પોર્ટસ મેનેજમેન્ટ, BBA ઇવેન્ટ મેનેજમેન્ટના કોર્ષ વિદ્યાર્થીઓને સ્પોર્ટસ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દી બનાવવાની તક આ કોલેજ દ્વારા આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓમાં આપણો પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક વારસો જીવંત રહે તથા તેઓ એકબીજા સાથે ખૂબજ આત્મીયતાથી જોડાય તે હેતુથી દરેક તહેવારની આ કોલેજમાં ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ, નવરાત્રિ નિમિત્તે દાંડીયા રાસ, ગણેશોત્સવ, ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના ખીલે તે માટે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટની ઉજવણી વગેરે.

Sports:

રમત-ગમતમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા ચેસ, કેરમ, ક્રિકેટ ટૂર્નામેન્ટ, ટ્રેઝરહન્ટ, વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

SocialClub:

વિદ્યાર્થીઓ પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વ સમજે અને એક આદર્શ નાગરિક બને તે માટે આ કોલેજ દ્વારા એક ‘સોશ્યલ ક્લબ’ પણ ચલાવવામાં આવે છે જે અંતર્ગત જુદી-જુદી સામાજિક પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવે છે. બ્લક ડોનેશન કેમ્પ, વૃધ્ધાશ્રમની મુલાકાત, બાલાશ્રમની મુલાકાત, વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પેપર બેગ્સનું વિતરણ વગેરે આ ક્બલ સાથે જોડાયેલી પ્રવૃતિઓ છે.

આ ઉપરાંત કોલેજમાં ભણતાં-ભણતાં જ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બને તેવા હેતુથી આ કોલેજ FYEM (Fantasy Youth Event Management) નામની કંપનીની સ્થાપના કરી છે. જે વિદ્યાર્થીઓનાં આત્મ વિશ્વાસ અને આત્મગૌરવમાં વધારો કરે છે. કોલેજમાં કોર્ષ પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ નોકરી કરવા ઇચ્છતા હોય તેમના માટે પૂર્ણ સમય અથવા પાર્ટ સમય માટે કેમ્પસ ઇન્ટરવ્યૂની જોગવાઇ પણ કરવામાં આવે છે.

શ્રી એચ. એન. શુકલ કોલેજ તેના સ્થાપનાકાળથી જ સમગ્ર ગુજરાતનું Youngest Management રહ્યું છે. અને સંસ્થા આજે પણ તેનું ગૌરવ ધરાવે છે. શરૂઆતનાં તબક્કામાં ખૂબ ઓછા સંસાધનો અને સંઘર્ષમય યાત્રા હોવા છતાં આજે શ્રી એચ. એન. શુકલ ગૃપ ઓફ કોલેજીસનો વિકાસ થયો હોય તો તેનું કારણ માત્ર એક જ છે કે આ સંસ્થાનો ધ્યેયમંત્ર છે.

સૌરાષ્ટ્રનું એક સમયનું Youngest Management આજે 24 વર્ષના અનુભવ પછી ખૂબ જ અનુભવી મેનેજમેન્ટ બની ચુકયું છે. ડો.નેહલ શુકલ, ડો.મેહુલ રૂપાણી, મહેશભાઇ કિયાડા, સંજય વાધર અને પિયુષ વાધરના માર્ગદર્શનમાં આ કોલેજમાં આજે AICTE, NCTE, GTU, BCI, PCI, INC, GNC, AYUSH દ્વારા માન્યતા મળેલ વિવિધ કોર્ષ અહીં ચાલે છે.

એકસપર્ટ સેમિનાર, વર્કશોપ, કોર્પોરેટ ટ્રેનીંગ

વિદ્યાર્થીઓને તેના જરૂરી શિક્ષણ સિવાય વધારાના જ્ઞાન માટે તેમજ વિવિધ વિષયોના Expert નુ જ્ઞાન અને માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે સેમીનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને ફકત થીયરીકલ જ્ઞાન જ મળે તે પુરતુ નથી, આથી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન પણ મળી રહે તે હેતુથી IndustrialVisit પણ દર વર્ષે કરવામાં આવે છે.

N.C.C.,NSS:વિદ્યાર્થીઓમાં શિસ્ત પાલન તેમજ સમાજ પ્રત્યેની ફરજ માટે જાગરૂક બને તે માટે N.C.C.ની ફેસેલીટી પણ આ કોલેજ દ્વારા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સામાજ સેવાના ગુણોનો વિકાસ થાય અને રૂરલ ડેવલોપમેન્ટ થાય તે માટે NSSની ફેસેલીટી પણ આ કોલેજ દ્વારા આપવામાં આવે છે.

Industiral Visit: વિદ્યાર્થીઓ પુસ્તકીયા જ્ઞાન ઉપરાંત અભ્યાસને લગતું પ્રેકટીકલ નોલેજ મેળવે અને વિદ્યાર્થીઓમાં કોમર્સ અને મેનેજમેન્યટને લગતાં જ્ઞાનનું સિંચન થાય તેમજ તેઓમાં એકતા અને ટીમવર્કના ગુણો વિકસે તે માટે તેઓને અવાર-નવાર ઈન્ડસ્ટ્રીયલ વિઝીટમાં લઈ જવામાં આવે છે. જયાં તેઓ રો-મટીરયલ્સની ખરીદીથી માંડીને પેકીંગ તેમજ મોર્કેટીંગનું સ્કીલ સરળતાથી મેળવી શકે છે. જે માટે તેઓને અમુલ ડેરી, બાલાજી વેફર્સ, ગોપાલ નમકીન વગેરે જેવી પ્રખ્યાત ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતે લઈ જવામાં આવે છે.

સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ: શ્રી એચ. એન. શુકલ કોલેજ અંતર્ગત દર 2 મહિને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ટેકનીકલ અને વ્યકિતત્વ વિકાસલક્ષી ફુલ ડે સેમીનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓની સ્કીલનો સંપૂર્ણ વિકાસ થાય એ રીતે સેમીનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.

H.N.S. stars performs with bollywood stars : શ્રી એચ. એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસનું ફંકશન એટલે ભવિષ્યના ‘સ્ટાર’ તૈયાર કરવાની રસમ. આ કોલેજનું ફંકશન સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને એટલે જ આ કોલેજમાં દર્શન રાવલ, ટોની કકકર જેવા દિગ્ગજ કલાકારો પણ આવી જાય છે અને જેની સાથે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની કલાનો પરચો પણ આપ્યો છે. અહીંયા માત્ર યુનિવર્સિટી ટોપર્સ જ નહીં ભવિષ્યના ‘સ્ટાર’ પણ પોતાની પ્રતિભાને ભવ્ય ઝાક ઝમાળ સાથે પરફોર્મ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.