Abtak Media Google News

ફેસબુકમાં સિક્યોરિટી ફીચર્સની ખામીના કારણે 5 કરોડ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો. કંપનીએ શુક્રવારે આ વાતની જાણકારી આપી. ફેસબુકના જણાવ્યા પ્રમાણે, હેકર્સે એક્સેસ ટોકન ચોરીને અકાઉન્ટ પર કબ્જો જમાવી દીધો. એ વાતની તપાસ ચાલી રહી છે કે ડેટાનો અયોગ્ય ઉપયોગ ન થયો હોય.

ફેસબુકનું કહેવું છે કે તેની એન્જિનિયરિંગીન ટીમને 25 સપ્ટેમ્બરના રોજ હેકિંગની જાણ થઈ. ત્યારબાદ 27 સપ્ટેમ્બર સુધી 5 કરોડ ખાતાઓના એક્સેસ ટોકન રિસેટ કરી દીધા. સાવચેતી ખાતર 4 કરોડ અન્ય ખાતાઓમાં પણ સુધારો કરવામાં આવ્યા.એક્સેસ ટોકન એ ડિજિટલ કી (Key) છે. તેની મદદથી કોઇપણ ડિવાઈસમાં વારંવાર યુઝરનેમ અને પાસવર્ડ નાખવાની જરૂર નથી પડતી. પરંતુ, યુઝર હંમેશાં લોગ-ઇન રહે છે.

હવે ફેસબુકનો સામનો કરવા માટે સૌથી મોટો પડકાર એ છે કે, તે કેવી રીતે તેના વપરાશકર્તાઓને ખાતરી આપી શકે છે. તે ડેટાને હેન્ડલ કરવામાં સક્ષમ છે. વિશ્વમાં દર મહિને 2 અબજથી વધુ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, 2 અબજ લોકો વોટ્સએપ અને ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ નો પણ ઉપયોગ કરે છે. આ બંને કંપનીઓ ફેસબુકની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.