Abtak Media Google News

રાજ્યની ભાજપ સરકાર એકાત્મ માનવવાદ અને અંત્યોદય  ની ભાવના ને ઉજાગર કરી  જ્યાં માનવી ત્યાં સુવિધા  મંત્ર ને સાકાર કરી રહી છે તેમ  ભૂપતભાઈ બોદરે કહ્યું છે.

રાજ્ય સરકાર ની આ મુહિમ ને આગળ વધારતા ભુપતભાઈ બોદર રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે  દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ તેના સક્ષમ નેતૃત્વમાં અનેકાનેક ઐતિહાસિક નિર્ણયો કરીને દેશને વિકાસની એક  નવી દિશા આપી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર એકાત્મ માનવવાદ અને અંત્યોદયની ભાવના ને ઉજાગર કરી  જ્યાં માનવી ત્યાં સુવિધા  મંત્ર ને સાકાર કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના તમામ પંચાયત ને પોતાનું પંચાયત ઘર હોવું જોઈએ  ત્યારે રાજ્ય ની ભાજપ સરકાર ની નેમ મુજબ રાજ્યની જે પંચાયત ને  પોતાના પંચાયત ઘર ન હોઈ તો નવું પંચાયત ઘર નિર્માણ કરવાની તેમજ પંચાયત ઘર જર્જરિત હોય તો નવા બનાવવા.

ત્યારે રાજ્ય સરકાર ની આ મુહિમ ને આગળ વધારતા હડમતીયા(ગોલિડા) ગામ ખાતે મનરેગા અંતરગત  મંજુર થયેલ નવા ગ્રામ પંચાયત ભવનનું તથા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ની  ગ્રાન્ટમાથી  મંજુર થયેલ સી.સી. રોડ નું ખાત મુહુર્ત  રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે સરપંચ  પ્રવીણભાઈ હેરભા,જેસીંગભાઈ હુંબલ, દેવરાજભાઈ ડાંગર, હસમુખભાઈ હીરપરા, નિર્મળભાઈ બકુતરા, કિરીટભાઈ હાપલીયા, મનુભાઈ ડાંગર,અશોકભાઈ હીરપરા,શુભાશભાઈ હીરપરા, મયુરભાઈ જળુ, મનુભાઈ કાકડિયા, ગોરધનભાઈ ડોબરિયા, અલ્પેશભાઈ મિસ્ત્રી, કિશનભાઈ બથવાર, કેયુરભાઈ ઢોલરિયા, મહેશભાઈ ગોલીડા , કેતન કાનાણી, વિશાલ અજાણી, સી.ટી.પટેલ, છગનભાઈ સખીયા, કલ્પેશભાઈ રૈયાણી , રસિકભાઈ ખુંટ, ચમનભાઈ સોજીત્રા , કિશોરભાઈ આટકોટીયા, તથા મોટી સંખ્યા માં કસ્તુરબાધામ (સીટ) ના આગેવાનો , સ્થાનીક આગેવાનો તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.