Abtak Media Google News

રજામાં પણ ત્રણ દિવસ અમદાવાદમાં હજ હાઉસ ખુલ્લુ રહેશે

આજથી ત્રણ દિવસ સરકારી કચેરીઓમાં રજા છે. આજે ગુડ ફ્રાઇડે છે. આવતીકાલે એપ્રિલ માસનો બીજો શનિવાર અને રવિવારે જાહેર રજા આવતી હોવાના કારણે મીની વેકેશન જેવો માહોલ છે. દરમિયાન રજાના દિવસે પણ અમદાવાદમાં હજ હાઉસ ખૂલ્લુ રહેશે. આજથી ત્રણ દિવસ દરમિયાન હજ યાત્રિકો પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવી શકશે.

આ અંગે ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અને સચિવ આઈ.એમ.ઘાંચીએ જણાવ્યું છે કે હજ-2023મા કુર્રા(ડ્રો)માં પસંદગી પામેલા હજના અરજદારો જાહેર રજાના દિવસે આજે શુક્રવારે, કાલે શનિવાર અને તા.09 ને રવિવારના દિવસે હજ હાઉસ, અમદાવાદ ચાલુ રાખવામાં આવશે.

જેથી હજ યાત્રિઓ જાહેર રજાના દિવસે હજ હાઉસ ખાતે ડોક્યુમેંટ જમા કરાવી શકશે. હજ યાત્રિકોની સરળતા માટે જાહેર રજામાં પણ ત્રણ દિવસ હજ હાઉસની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.