Abtak Media Google News

હળવદ તાલુકો છેલ્લા ધણા સમયથી નર્મદા કેનાલ આધારીત હતો અને બારેમાસ નર્મદા કેનાલના નીરનુ જ પાણી પીવા માટે ઉપયોગ કરતાં હતાં.ચાલુ વર્ષે ઉનાળાની પ્રારંભે જ નર્મદા કેનાલનુ પાણી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા એક લાખ જેટલા લોકોમાં પિવાના પાણીનો પોકાર હતો.પણ સરકાર દ્વારા બ્રામ્હણી -૧ ડેમમાંથી પાણી ઉપાડવા તેમજ નવી પાઈપલાઇન તાબડતોડ પાથરવાની મંજુરી આપતા હળવદ તાલુકામાં પિવાના પાણીનું જળસંકટ ટળ્યું છે.

Advertisement

માળિયા અને ધાગંધ્રા બ્રાન્ચ કેનાલ હળવદ તાલુકામાથી પસાર થઈ છે.જેથી બન્ને કેનાલના વહેતા પાણીમાંથી હળવદ તાલુકાને ૨૫ એમએલડી પિવા માટે આપવામાં આવતું હતું. જ્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પણ નર્મદાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો.જોકે હાલ નર્મદા ડેમનું પાણી ચિંતા જનક હોવાથી રાજ્ય સરકાર દ્વારા એક જ ઝાટકે પાણી બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી હળવદ તાલુકા પર જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ પાણીપુરવઠા બોર્ડના સ્થાનિક અધિકારીઓ દ્વારા સરકારમાં વખતોવખત કરવામાં આવેલાં અહેવાલોના આધારે હળવદ શહેર અને તાલુકાના ૬૯ ગામના તેમજ પિવાના પાણી માટે હાલાકી નો સામનો કરવો પડે નહીં તે માટે હળવદના ડેમમાંથી પાણી ઉપાડવાની મંજૂરી અને નવી પાઈપલાઇન નેટવર્ક ઉભું કરવા માટે સરકાર દ્વારા રૂ.૬ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

આઅંગે મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્ય પાલક ઈજનેર જૈન સાથેવાતકરતાર્જણાવ્યું હતું કે હળવદ શહેર માટે પાંચ અને ગ્રામ્ય વિસ્તાર માંટે ૧૫ એમ કુલ મળી ૨૦ એમએલડી પાણી દૈનિક નર્મદા કેનાલમાથી મળતું હતું. જોકે કેનાલ બંધ થવાની છે તેઓ અંદાજ પહેલેથીજ આવી ગયો હતો જેથી તાલુકાને પિવાનુ પાણી પહોંચડવા માટે જુદાજુદા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા હતા

.દરમિયાન બ્રામ્હણી ડેમ-૧ માથી ઓછાં ખર્ચે અને ઝડપથી હળવદ તાલુકાને પિવાનુ પાણી પહોંચાડી શકે તેમ છે તેવું ધ્યાન પર આવતાં તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને સરકારમાંથી પાઈપલાઇન પાથરવા માટેની મંજુરી પણ તાત્કાલીક મળી ગઈ હતી જેથી ૧૫ માર્ચથી નર્મદા કેનાલ બંધ કરવામાં આવી તે જ દિવસથી હળવદના લોકોને ડેમમાં સંગ્રહિત વરસાદી પાણી પીવા માટે સપ્લાય કરવાનુ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોને પિવાના પાણી માટે એક દિવસ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.