Abtak Media Google News

ગોપાલગઢથી પરત જેતપર ગામે આવી હ્યા હતા  ત્યારે સર્જાયો અકસ્માત:  કોળી પરિવારમાં શોકનું મોજુ

ધ્રાંગધ્રા હળવદ હાઇ-વે પર   બે બહેનો અને એક ભાઇ બાઈક પર પરત પોતાના ગામ જેતપર જઈ રહ્યા હતા. ત્યારે સુસવાવ ગામના પાટીયા નજીક સામેથી આવી રહેલા ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા એક બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચી હોય જેથી આ બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જો કે રાત્રિના સમયે ભાઈનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ બનાવવામાં જાણવા મળતી વિગતો મુજબ જેતપર ગામે રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ કોળી ( ઉમર વર્ષ 18 ), હેતલબેન ચંદુભાઈ કોળી ( ઉમર વર્ષ 23 ) અને તેઓની કાકાની દીકરી પાયલબેન રાજુભાઈ કોળી ( ઉમર વર્ષ 20 )આ ત્રણેય ભાઈ બેન રાણેકપર ગામે માસીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જાન ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ગઈ હોય જેથી ગોપાલગઢ ગામે બપોરે જમીને પરત બાઈક પર જેતપર જઈ રહ્યા હતા, ત્યારે ધ્રાંગધ્રા હળવદ હાઇ-વે પર આવેલા સુસવાવ ગામના પાટીયા નજીક રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘટનાસ્થળે જ હેતલબેન ચંદુભાઈ કોળીનું મોત નીપજ્યું હતુ. જ્યારે તેના નાના ભાઈ પ્રકાશને ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. તેમજ પાયલબેન રાજુભાઈ કોળીને પણ ઈજા પહોંચી હોય જેથી તેઓને નજીકની હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી. જોકે અમદાવાદ સારવારમાં રહેલ પ્રકાશનું રાત્રિના સારવાર દરમિયાન મોત નીપજતા એક જ પરિવારમાં સગા ભાઈ બહેનના મોતથી કાળો કલ્પાંત છવાઈ ગયો છે. બીજી તરફ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પાયલબેન રાજુભાઈ કોળીની ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.