Abtak Media Google News

છોટાઉદેપુરની ક્ષમિક મહિલા પ્લાન્ટમાં કપડાં ધોવા જતા પુત્ર સાથે હોજમાં ખાબકી : માતા- પુત્ર ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ કરતા બંનેને મૃતદેહ મળી આવ્યા

હળવદ પંથકના મિયાણી અને અમરાપર વચ્ચે આવેલ શિવશક્તિ ટ્રેડિંગ નામના વોશ પ્લાન્ટમાં રેતી સાફ કરવા માટે બનાવવામાં આવેલી પાણીના હોજમાં માતા અને માસુમ પુત્રનું ડૂબી જવાથી મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.માતા અને તેનો પુત્ર હોજમાં કપડાં ધોઈ રહ્યા હતા.ત્યારે બંને અંદર ખાબક્યા હતા. બંને મૃતકોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવી પીએમ સહિત ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિગતો અનુસાર હળવદ તાલુકાના મિયાણી અને અમરાપર વચ્ચે આવેલ શિવશક્તિ ટ્રેડિંગ રેતીના વોશીંગ પ્લાન્ટમાં મુળ છોટાઉદેપુર જિલ્લાના શ્રમિકો કામ કરવા માટે આવ્યા હતા, ત્યારે બુધવારે બપોરે અહીં કામ કરતા કુસુમબેન વિક્રમભાઈ તડવી ઉંમર વર્ષ 21 અને તેમનો ત્રણ વર્ષનો દીકરો અર્પણ રેતીના વોસ પ્લાન્ટમાં જ આવેલ પાણીની હોજમાં કપડાં ધોવા માટે ગયા હતા.ત્યારે ડૂબી ગયા હતા. જોકે મોડી સાંજ થવા છતાં પણ મા-દીકરો ઘરે પરત ન ફરતા પરિવારજનો અને માલિકો દ્વારા શોધખોળ કરવામાં આવી આવી હતી.

તેવામાં કુસુમબેનના ચંપલ પાણીની હોજ પાસેથી મળી આવતા પાણીમાં ડૂબીયા હોવાની આશંકા વચ્ચે હોજનું પાણી ખાલી કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુવારે સવારે આ બંને માતા-પુત્રની લાશ હોજમાંથી મળી આવી હતી. બંનેના મૃતદેહ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.