હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ માત્ર કોરોના ને ભગાડવામાં જ નહી પરંતુ હવે મેકઅપ કરતી વખતે પણ થઇ શકે છે મદદરૂપ,

કોરોના સંક્રમણથી બચવા માટે આપણે હેન્ડ સેનિટાઇઝર (hand sanitizer)નો ઉપયોગ કરીએ છે. કોરોના બાદ મોટાભાગના લોકો પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર રાખતા હોય છે. તમને ખબર છે આ સેનિટાઇઝરનો ઉપયોગ મેકઅપ કરવામાં કરી શકો છો. હેન્ડ સેનિટાઇઝરની મદદથી તમે ચશ્મા સાફ કરી શકો છો ગંદા મેકઅપ બ્રશનો ઉપયોગ કરવાથી સ્કિન પર અમુક સંક્રમણ અથવા પિંપલ્સ થઇ શકે છે. આવી સ્થિતિમાં જો તમારું મેકઅપ બ્રશ ગંદુ થઇ ગયું છે અને તમે તે બ્રેશને સાબુ વડે સાફ કરી શકતા નથી તો હેન્ડ સેનિટાઇઝરનોન ઉપયોગ કરી શકો છો.

મોબાઇલની સફાઇ

મોબાઇલને ભીના કપડા કે પાણીથી સાફ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં જો તમારા મોબાઇલ ફોનની સ્ક્રીન ગંદી થઇ ગઇ છે અને તેમને જોવામાં મુશ્કેલી થઇ રહી છે તો તમે તરત હેન્ડ સેનિટાઇઝર વડે તેને વાઇપ કરી શકો છો.

લિપસ્ટિકના નિશાન દૂર કરો

જો તમારા ડ્રેસ પર લિપસ્ટિક(lipstick)ના નિશાન પડી ગયા છે તો તમે તેની પર તરત જ હેન્ડ સેનિટાઇઝર સ્પ્રે કરો અને તેને સાફ કરી શકો છો. તેનાથી નિશાન ખૂબ જ હળવા થઇ જશે.

મિરર સાફ કરવા માટે

સેનિટાઇઝરની મદદથી તમે કાચની બારી અને દરવાજાને સાફ કરી શકો છો. ઉપરાંત તમે મિરરની સફાઇ પણ આના દ્વારા કરી શકો છો.

પર્મેનેન્ટ માર્કર કે નિશાન

જો વ્હાઇટ બોર્ડ અથવા કોઇ વસ્તુ પર પર્મેનેન્ટ માર્કરના નિશાન પડી ગયા છે તો તમે સેનિટાઇઝરનો ઉપયોગ કરીને માર્કરના નિશાન સાફ કરી શકો છો.