Abtak Media Google News
  • સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભોની જાણકારી અપાઇ
  • કાર્યક્રમ અંતર્ગત યોજનાઓને સ્લોગન સાથે પદાધિકારીઓ દ્વારા નાગરિકોને જાગૃત કરાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શનિવારના રોજ વોર્ડ નં.4, 5, 6માં રહેતા શહેરીજનોના લાભાર્થે આઠમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો હતો.

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે.

01Rmc Swva Setu Bajpai Hall 2 7 22

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.4, 5, 6માં રહેતા શહેરીજનોના લાભાર્થે આઠમાં તબકકાના “સેવાસેતુ” કાર્યક્રમ હતો. જે અટલ બિહારી વાજપાઇ ઓડીટોરીયમમાં હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી હતા.

આ પ્રસંગે સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, વોર્ડ નં. 4, 5, 6ના કોર્પોરેટર શ્રીમતિ કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ લુણાગરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઈ આર. પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, શહેર સંગઠનના હોદ્દેદારો, સીટી એન્જી. અઢીયા, સેક્રેટરી ડો. રૂપારેલીઆ, આસી. કમિશનર વી. એમ. પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત કરી નગરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં જીલ્લા, તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજવામાં આવતા આ સેવા સેતુ કાર્યક્રમ થકી અનેક અનેક નાગરિકોએ લાભ મેળવેલ છે. અગાઉની સરકારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરા હતી સરકારી કામ માટે કચેરીએ ધક્કા ખાવા પડતા, છતાં કામો થતા ન હતા. છેલ્લા 25 વર્ષથી લોકોના કામ માટે ઘર આંગણે જઈ ધક્કા ખવડાવ્યા વગર કામો થાય તે માટે પ્રયત્ન થતા રહ્યા છે. વર્ષો પહેલા માત્ર વાતો કરવામાં આવતી હતી, કામો થતા ન હતા.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોને અરસપરસ સંબંધ સારો હોય તો પૈસા તો ઉછીના મળી જાય છે, પરંતુ, દસ્તાવેજી પુરાવા તો પોતાના જ જરૂરી બને છે, અન્યના આધાર પુરાવા નહિ. વર્ષો પહેલા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તો તૈયાર થતી, પરંતુ તેનો લાભ લોકો સુધી પહોંચી શકતો ન હતો, હાલની સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને સીધો જ આપવામાં આવી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી જયારે પોતે નાગરિકોની જરૂરિયાતો માટે સંકલ્પબદ્ધ હોય ત્યારે આપણા સૌની પણ ફરજ બને છે કે, સરકારના આયોજનને આપણે સૌ સફળ બનાવીએ.

આ પ્રસંગે ડે. મેયર દર્શિતાબેનએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમનો હેતુ જ્યાં માનવી ત્યાં સુવિધા અને લોકોના સુખે સુખી તથા લોકોના દુ:ખે દુ:ખી એવી હાલની રાજ્ય સરકાર દ્વારા લોકોના લાભાર્થે મુકાતી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે. લોકોને સરકારી વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે, લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે લોકોએ સરકારના દ્વારે જવાને બદલે સરકાર લોકોના દ્વારે આવીને ઉભી છે. જુદી જુદી 51થી વધુ યોજનાઓનો લાભ સરળતાથી મળે તે મુજબનું આયોજન કરવામાં આવે છે. કોઈપણ બીમારી આવે ત્યારે ગભરાવાની જરૂર નથી, સરકારશ્રી દ્વારા આપવામાં આવતા આયુષ્માન ભારત કાર્ડ થકી રૂ. 5 લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. સૌને સરળતાથી તમામ યોજનાનો લાભ મળી રહે તે ઉદ્દેશથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણીનું પદાધિકારીઓ તથા મ્યુનિ. કમિશનર દ્વારા તેમજ શહેર સંગઠન દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું, મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આ ઉપરાંત વોર્ડ નં. 4, 5, 6ના મહિલા કોર્પોરેટર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.